10000 રૂપિયાથી ઓછામાં પાવરફુલ સ્માર્ટફોન Redmi 6 ખરીદવાનો આજે પહેલો મોકો

ડ્યુઅલ કેમેરાવાળા સ્માર્ટફોન પર મળશે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

રેડમી 6નો રોઝ ગોલ્ડ વેરિઅન્ટ
Divyabhaskar.com Sep 08, 2018, 03:13 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ ગત સપ્તાહે Redmi 6 સીરિઝના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા. આ સીરિઝના 10000 રૂપિયાથી ઓછા બજેટમાં ડ્યુઅલ કેમેરા અને ઓક્ટા-કોર સ્પીડ ધરાવતો Redmi 6 સીરિઝનો સ્માર્ટફોન ખરીદવાનો આજે (10 સપ્ટેમ્બર) પહેલો મોકો છે. કંપનીનો દાવો છે કે, નવા પ્રોસેસરને કારણે અગાઉ કરતાં બેટરી કન્ઝમ્પશનમાં 48 ટકા જેટલો ફરક પડશે. જેને કારણે રેડમી 6 પર સતત 12 કલાક વીડિયો જોઇ શકાશે.

 

 

Redmi 6 ફીચર્સ
- 5.45 ઇંચની HD+ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે
- બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
- 3 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- ડેડિકેટેડ મેમરી સ્લોટ છે, જે 256 જીબી સુધીના માઇક્રોએસડી કાર્ડને સપોર્ટ કરશે
- 12+5 મેગાપિક્સલ ડ્યુઅલ રિઅર કેમેરા (પોટ્રેટ મોડ)
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચરથી સ્મૂધ વીડિયો શૂટ કરી શકશો
- હીલિયો P22 ઓક્ટા-કોર પ્રોસેસર
- 3000 mAh બેટરી
- ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ અનલોક
- ડ્યુઅલ VoLTE સપોર્ટ
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1

 

Redmi 6ની ભારતમાં કિંમત
3 જીબી+32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા
3 જીબી+64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 9499 રૂપિયા

 

રેડમી 6ને રોઝ ગોલ્ડ, બ્લૂ, બ્લેક અને ગોલ્ડ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. રેડમી 6નો પહેલો સેલ  આજે બપોરે 12 વાગે mi.com અને ફ્લિપકાર્ટ પર યોજાશે. રેડમી 6ના પહેલા સેલમાં HDFC કાર્ડથી ખરીદવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ કહ્યું હતું કે, ડોલર સામે રૂપિયાની કિંમત વધારે ઘટાડો થશે તો આવનારા મહિનાઓમાં ફોનની કિંમત વધી પણ શકે છે.

 

આગળ જુઓ Redmi 6ના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Redmi 6 Pro ભારતમાં લોન્ચ, 10000 રૂપિયાના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન

Share
Next Story

ભારતમાં લોન્ચ થયું 100 ઇંચનું સ્માર્ટ ટીવી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Xiaomi Redmi 6 First Sale | રેડમી 6 પહેલો સેલ 10 સપ્ટેમ્બર
(News in Gujarati from Divya Bhaskar)