નૉચ ડિસ્પ્લેવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન Realme 2 ખરીદવાનો આજે મોકો

પહેલા સેલમાં માત્ર 5 મિનિટમાં Realme 2ના બે લાખ યુનિટ્સ વેચાયા હતા

ડાયમંડ રેડ વેરિઅન્ટનો ઓપ્પો રિયલમી 2
Divyabhaskar.com Sep 08, 2018, 04:12 PM IST

ગેજેટ ડેસ્કઃ RealMe બ્રાન્ડ સફળ સાબિત થઇ રહી છે. Realme 1ની સફળતા પછી કંપનીએ નૉચ ડિસ્પ્લેવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન Realme 2 ભારતમાં લોન્ચ કર્યો. ગત સપ્તાહે Realme 2નો પહેલો સેલ યોજાયો હતો. કંપનીના દાવા અનુસાર, આ સ્માર્ટફોનના બે લાખ યુનિટ્સ માત્ર 5 મિનિટમાં સોલ્ડ આઉટ થઇ ગયા હતા. Realme 2નો બીજો સેલ આજે (11 સપ્ટેમ્બરે) ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગે યોજાશે.  
 
 
Realme 2ના ફીચર્સ
- 6.2 ઇંચની એચડી + નોચ ડિસ્પ્લે
- 3/ 4 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- સ્નેપડ્રેગન 450 પ્રોસેસર
- 4230 mAhની બેટરી
- ડ્યુઅલ VoLTE નેનો સિમ (ડેડીકેટેડ માઇક્રોએસડી કાર્ડ)
- એન્ડ્રોઇડ 8.1 ઓરિયો
- ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક


Realme 2ની ભારતમાં કિંમત
3 જીબી રેમવાળા Realme 2ની ભારતમાં કિંમત 8990 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમવાળા રિયલમી 2ની કિંમત 10990 રૂપિયા છે. આ ફોનનું વેચાણ એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ પર થશે. આ ફોન ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ અને ડાયમંડ બ્લૂ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ડાયમંડ બ્લૂ વેરિઅન્ટ ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. HDFC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 750 રૂપિયા ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે.

 

આગળ જુઓ Realme 2ના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ વીવોનો વધુ એક ધમાકો, વનપ્લસ 6ને ટક્કર આપતો Vivo X23 લોન્ચ

Share
Next Story

10000 રૂપિયાથી ઓછામાં પાવરફુલ સ્માર્ટફોન Redmi 6 ખરીદવાનો આજે પહેલો મોકો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ઓપ્પો રિયલમી 2 પાંચ મિનિટમાં બે લાખ વેચાયા | Oppo Realme 2 sold two lakh units
(News in Gujarati from Divya Bhaskar)