આગામી બે iPhoneના નામ થયા જાહેર, કંપની બદલશે Plusનો ટ્રેન્ડ

એપલ આઇફોનને નવા ગોલ્ડ કલરમાં લોન્ચ કરી શકે છે

આઇફોન XS મેક્સ
Divyabhaskar.com Sep 06, 2018, 05:47 PM IST

ગેજેટ ડેસ્કઃ આગામી 12 સપ્ટેમ્બરે એપલ નવા આઇફોન લોન્ચ કરશે. હાલમાં જ iPhone XSની માર્કેટિંગ ઇમેજ  લીક થઇ હતી. તે સિવાય સ્માર્ટફોનના અન્ય કેટલાંક ફીચર્સ પણ લીક થયા છે. હવે જેમ લોન્ચિંગનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નવા આઇફોન અંગે વધુ માહિતી બહાર આવી રહી છે.

 

'પ્લસ'ને હટાવાશે

અહેવાલ અનુસાર, એપલ 6.5 ઇંચનો iPhone લોન્ચ કરશે જેને iPhone XS Max કહેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન માટે એપલ 'પ્લસ'નો યૂઝ કરતું હતું, પરંતુ 9to5 મેકના અહેવાલ અનુસાર, આ વખતે કંપની આ ટ્રેન્ડ બદલવાની તૈયારીમાં છે. મોટી સ્ક્રીનવાળા આઇફોનની બેટરી પણ વધુ પાવરફુલ હશે, પરંતુ iPhone XS અને XS Max બંનેમાં એક જ પ્રોસેસર A12 હશે અને તેમાં 4જીબી રેમ હશે.  

 

એપલ નવી ટેક્નોલોજી લાવશે તેવી સંભાવના

અત્યાર સુધી જેટલી માહિતી સામે આવી છે તે અનુસાર, iPhone Xના નવા મોડલમાં આ વખતે A સીરિઝનું પ્રોસેસર, 512 જીબી મેમરી આપવામાં આવશે. તે સિવાય એક મોટો iPhone X પણ આવી શકે છે, તેની ડિસ્પ્લે 6.5 ઇંચની હશે, જો કે ફીચર્સ iPhone X જેવા જ હશે. રિપોર્ટ્સ અનુસાર, એક iPhone સસ્તો હશે જેમાં ઓલેડ નહીં પણ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવશે. અહેવાલ અનુસાર, આ સ્માર્ટફોન 3D ટચ પણ હશે. જ્યારે બે મોંઘા iPhone મોડલમાંથી કંપની 3D ટચ હટાવવાની તૈયારીમાં છે. એક્સપર્ટ્સ અનુસાર, કંપની આ વખતે થ્રી-ડી ટચની જગ્યાએ કોઇ નવી ટેક્નિક લાવી શકે છે.

આ પણ વાંચોઃ એપલ 12 સપ્ટેમ્બરે લોન્ચ કરશે 3 નવા iPhones, કિંમતો લીક

 

Share
Next Story

Nokia 9નો ફોટો લીક, એકદમ ખાસ કેમેરા સેટઅપની મળી ઝલક

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: નવા આઇફોનનું નામ | Apple next iPhone to name iPhone XS Max
(News in Gujarati from Divya Bhaskar)