Moto G6 Plus ભારતમાં લોન્ચ, મળશે 6 જીબી રેમ અને ડ્યુઅલ કેમેરા

મોટો G સીરિઝનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ

મોટો જી6 પ્લસ ભારતમાં લોન્ચ
Divyabhaskar.com Sep 11, 2018, 11:05 AM IST

ગેજેટ ડેસ્કઃ મોટોરોલાએ G6 સીરિઝનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન Moto G6 Plus ભારતમાં લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કંપની ભારતમાં Moto G6 અને Moto G6 Play અગાઉ લોન્ચ કરી ચૂકી છે. મોટો જી6 પ્લસને સૌથી પહેલા બ્રાઝિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. મોટો જી6ના અન્ય સ્માર્ટફોનની સરખામણીમાં આ સ્માર્ટફોન મોટી ડિસ્પ્લે, વધારે રેમ અને પાવરફુલ પ્રોસેસર સાથે આવે છે. ઉલ્લેખનીય છે કે, Moto G6 Plusને ભારતમાં 6 જીબી રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

 

 

Moto G6 Plus ના ફીચર્સ
- 5.93 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ વ્યૂ ડિસ્પ્લે
- 6 જીબી રેમ
- 64 જીબી સ્ટોરેજ (128 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ઓક્ટા-કૉર સ્નેપડ્રેગન 630 પ્રોસેસર
- એડ્રિનો 508 જીપીયુ
- 3200 mAhની બેટરી
- મોટોરોલાનું ટર્બોપાવર એડેપ્ટર મળશે
- ડ્યુઅલ નેનો સિમ
 
Moto G6 Plusની કિંમત
મોટો જી6 પ્લસને 22,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનને એમેઝોન ઇન્ડિયા, મોટો હબ્સ અને મોટોરોલાના ઓફલાઇન રિટેલ પાર્ટનર સ્ટોરમાંથી ખરીદી શકાશે. ફોનને માત્ર ઇન્ડિયો બ્લેક વેરિઅન્ટમાં ખરીદી શકાશે. PayTM મોલ ગ્રાહકોને એપ દ્વારા ખરીદી કરવા પર 3000 રૂપિયા કેશબેક મળશે. રિલાયન્સ જિયો તરફથી 198 રૂપિયા અને 299 રૂપિયાવાળા રિચાર્જ પર 4450 રૂપિયા કેશબેક મળશે.

આ પણ વાંચોઃ Realme 2 ભારતમાં લોન્ચ, નૉચ ડિસ્પ્લેવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન

Share
Next Story

Amazfit Pace સ્માર્ટવોચ અને Amazfit Cor ફિટનેસ બેન્ડ ભારતમાં લોન્ચ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: મોટો જી6 પ્લસ ભારતમાં લોન્ચ | moto g6 plus launched india
(News in Gujarati from Divya Bhaskar)