Loading...

LTE અને VoLTE વચ્ચે શું તફાવત છે?

એરટેલ સૌથી પહેલા LTE ટેક્નોલોજી અને જિયો VoLTE ભારતમાં લાવ્યા

Divya Bhaskar Sep 12, 2018, 05:03 PM

ગેજેટ ડેસ્કઃ આજકાલ તમામ ફોન 4G VoLTE અથવા 4G LTE સપોર્ટ સાથે આવે છે. VoLTE અને LTE બંને નેટવર્કના પ્રકાર છે, પરંતુ શું તમે બંને નેટવર્ક વચ્ચેનો તફાવત જાણો છો? તમે જાણો છો કે આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે? અહીં અમે LTE અને VoLTE નેટવર્કની કામ કરવાની પ્રોસેસ અને બંને વચ્ચે શું તફાવત છે જણાવીશું

LTE શું છે

LTE એટલે લોન્ગ ટર્મ ઇવોલ્શૂયન કહેવામાં આવે છે. LTE ને જ 4G પણ કહેવામાં આવે છે. ભારતમાં એરટેલે સૌથી પહેલા 4G નેટવર્કની શરૂઆત કરી હતી. આ નેટવર્કમાં હાઇ સ્પીડ બેન્ડવિથ સાથે ઇન્ટરનેટ યૂઝ કરી શકાય છે. જો કે, આ નેટવર્કની ખામી છે કે, જો તમે કોઇ નંબર પર આ નેટવર્ક યૂઝ કરો છો અને તમને તે નંબર પર કોઇ ફોન આવે તો તમારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઇ જાય છે. આ ખામીને દૂર કરવા માટે VoLTE ટેક્નિકનો યૂઝ થવા લાગ્યો છે. ભારતમાં VoLTE ટેક્નોલોજી સૌથી પહેલા રિલાયન્સ જિયો લાવ્યું.


VoLTE એટલે શું

VoLTE નો અર્થ છે વોઇસ ઓવર લોન્ગ ટર્મ ઇવોલ્યૂશન. આ પણ 4G નેટવર્કને સપોર્ટ કરે છે. LTE ની જેમ આ નેટવર્કમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટ યૂઝ કરી શકાય છે. આ નેટવર્કની સાથે જો તમે પોતાનો સ્માર્ટફોન યૂઝ કરશો તો કોલ આવવા પર પણ તમારો ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહેશે. જિયો પછી એરટેલ અને વોડાફોન ઇન્ડિયાએ પણ ભારતમાં VoLTE નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ 2999 રૂપિયામાં બ્લેકબેરી જેવો લૂક આપશે JioPhone 2, મળશે ક્વેર્ટી કીપેડ સહિતના 5 દમદાર ફીચર્સ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: What is difference between LTE and VoLTE | એલટીઇ અને વીઓએલટીઇ વચ્ચેનો તફાવત
(News in Gujarati from Divya Bhaskar)