iPhone 2018: લોન્ચ પહેલા સામે આવ્યા 'સસ્તા' આઇફોનના નવા કલર્સ અને કિંમત

પહેલો ડ્યુઅલ સિમ આઇફોન લોન્ચ થાય તેવી સંભાવના

એલસીડી સ્ક્રીનવાળો આઇફોન રેડ અને બ્લૂ વેરિઅન્ટમાં લોન્ચ થઇ શકે છે
Divyabhaskar.com Sep 07, 2018, 03:58 PM IST

ગેજેટ ડેસ્કઃ આગામી 12 સપ્ટેમ્બરે અમેરિકામાં નવો iPhone XS લોન્ચ થશે. લોન્ચિંગનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ આઇફોનને લગતી વિવિધ માહિતી સામે આવી રહી છે. હાલમાં નવા આઇફોન iPhone XS (નવા આઇફોનનું ચર્ચિત નામ)ના ફોટો સામે આવ્યા છે. સ્લેશલીકે ટ્વિટર પર શેર કરેલા ફોટોગ્રાફ્સ અનુસાર, 6.1 ઇંચનો LCD ડિસ્પ્લેવાળો જે સસ્તો આઇફોન લોન્ચ થવાનો છે તેને બે નવા કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.  

 

ગ્લાસ બેકપેનલ

ટ્વીટર પર પોસ્ટ થયેલા ફોટો અનુસાર, નવા આઇફોન રેડ અને બ્લૂ કલર્સમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ કલર્સ અગાઉ iPhone 5C ને મળતા હોઇ શકે છે. ફોટો પરથી નવા આઇફોન ગ્લાસ અને મેટલની જગ્યા માત્ર ગ્લાસ બેક પેનલવાળા જ જણાય છે.

 

ભારત અને ચીન માટે ઓછી કિંમતવાળો આઇફોન

સામે આવેલા ફોટોમાં 6.1 ઇંચની એલસીડી ડિસ્પ્લેવાળો આઇફોન સિંગલ રિઅર કેમેરાવાળો દેખાય છે. આ બધા ફોટોગ્રાફ્સની સાથે અન્ય એક ફોટો સામે આવ્યો છે જેમાં ફોનની બોડીને મેચિંગ સિમ ટ્રે દેખાય છે. આ સિમ ટ્રે બે સિમ સ્લોટ ધરાવે છે. અર્થાત્ ઓછી કિંમતવાળા આઇફોનમાં એપલ ડ્યુઅલ સિમ સ્લોટ આપી શકે છે. એક્સપર્ટ્સ અનુસાર, 6.1 ઇંચની એલસીડી ડિસ્પ્લેવાળા સિંગલ સિમ આઇફોનની કિંમત 40થી 46 હજાર વચ્ચે હોઇ શકે છે. જ્યારે 6.1 ઇંચની એલસીડી ડિસ્પ્લેવાળા ડ્યુઅલ સિમ આઇફોનની કિંમત 46થી 54 હજારની વચ્ચે હોઇ શકે છે. આ ઓછી કિંમતવાળા આઇફોન ચીન અને ભારત માટે હોઇ શકે છે.

 

આગળ જુઓ ઓછી કિંમતવાળા આઇફોનના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Redmi 6 ભારતમાં લોન્ચ, 10000થી ઓછા રૂપિયામાં બેસ્ટ ફોન

 

Share
Next Story

Google ઇવેન્ટ 9 ઓક્ટોબરે, આઇફોન કરતાં પણ સારા કેમેરાવાળા સ્માર્ટફોન થઇ શકે છે લોન્ચ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: આઇફોનના નવા કલર અને ડ્યુઅલ સિમ | iPhone 2018 new variants and dual sim
(News in Gujarati from Divya Bhaskar)