Loading...

Instagram લાવ્યું 6 નવી સુપરઝૂમ ઇફેક્ટ્સ, સ્ટોરીમાં કરી શકાશે યૂઝ

ઇન્સ્ટાગ્રામ ત્રણ સેકન્ડ વીડિયોમાં શૂટિંગ સુપરઝૂમ ફીચર લાવ્યું

Divya Bhaskar Sep 11, 2018, 04:19 PM

ગેજેટ ડેસ્કઃ આજના મોટાભાગના યંગસ્ટર્સ ઇન્સ્ટાગ્રામ એપનો યૂઝ કરે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની લાઇફની ઘણી વસ્તુઓ ફોટોના માધ્યમથી શેર કરે છે. ઇન્સ્ટાગ્રામનું સ્ટોરી ફીચર યંગસ્ટર્સમાં ખૂબ જ પોપ્યુલર છે. આ ફીચર વોટ્સએપના સ્ટેટસને મળતું આવે છે. ઇન્સ્ટાગ્રામ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે એપમાં ઘણા નવા ફીચર્સ જોડતું રહે છે.

- યૂઝર્સને પણ ઇન્સ્ટાગ્રામના નવા ફીચર્સ પસંદ આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ આ વખતે પોતાના સ્ટોરી ફીચર માટે છ નવા સુપરઝૂમ ફીચર લાવ્યું છે.
- નવા છ સુપરઝૂમ યૂઝર્સને ઝૂમ ઇન કરવાની અને ઇફેક્ટ સાથે મ્યુઝિક ટ્રેક એડ કરવાની સાથે ખાસ મોમેન્ટને કેપ્ચર કરવાની છૂટ આપે છે.
- ઇન્સ્ટાગ્રામ ત્રણ સેકન્ડ વીડિયો-શૂટિંગ સુપરઝૂમ ફીચરને એક્સ્પાન્ડ કર્યું છે. હવે યૂઝર્સ તેમાં બીટ્સ, બાઉન્સ, ડ્રામા અને ટીવી શો જેવી ઇફેક્ટ્સને સિલેક્ટ કરી શકશે.
- નવી ઇફેક્ટ્સમાં હાર્ટ, નૉપ, પાપારાઝી ફાયર, બમર અને સરપ્રાઇઝ ઇફેક્ટ સામેલ છે. જે યૂઝર્સની ફ્રેમને કાર્ટૂન સ્ટ્રિપમાં કન્વર્ટ કરશે.

ઇમોજી શોર્ટકટ
આ તમામ નવી ઇફેક્ટની સાથે ઇન્સ્ટાગ્રામે પોતાના કોમેન્ટ સેક્શનમાં પર્સનલાઇઝ ઇમોજી શોર્ટકટ પણ લોન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફેસિલિટી યૂઝર્સને પોતાની કોમેન્ટ ટેક્સ્ટ બોક્સમાં આઠ વખત ઇમોજીનો યૂઝ કરી શકશે. એટલું જ નહીં યૂઝર્સ તેમના મેસેજની સાથે ક્યૂટ ફેસ, હાર્ટ અથવા પ્યૂક ઇમોજી જેવી ઇમોજી પર કોમેન્ટ કરી શકશે.

શોપિંગ એપ પણ આવશે
ઇન્સ્ટાગ્રામ ઘણા સમયથી ઇમોજી કોમેન્ટ બારનું ટેસ્ટિંગ કરવા પર ભાર મૂકી રહ્યું હતું. હવે, ટૂંક જ સમયમાં લોકો માટે આ સુવિધા તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સુવિધા સ્ટોરી અને DM (ડાયરેક્ટ મેસેજ) માટે નહીં પણ નોર્મલ પોસ્ટિંગ માટે યૂઝ કરવામાં આવશે. આ નવા ફીચર્સને ઇન્સ્ટાગ્રામ ધીરે ધીરે રોલ-આઉટ કરશે. નવા ફીચર્સ સિવાય ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે અલગ શોપિંગ એપ પણ બનાવી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અંદાજાનુસાર, ઇન્સ્ટાગ્રામ પોતાની શોપિંગ એપને IG શોપિંગના નામથી લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચોઃ એક ફોનમાં બે WhatsApp ચલાવવાની પ્રોસેસ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ઇન્સ્ટાગ્રામ સુપરઝૂમ ઇફેક્ટ્સ | Instagram Superzoom Effects
(News in Gujarati from Divya Bhaskar)