Loading...

Google Chromeમાં કોઇ ટેબ અચાનક બંધ થઇ જાય તો શું કરવું

Google Chromeના છુપા ફીચર્સ

Divya Bhaskar Aug 25, 2018, 02:32 PM

ગેજેટ ડેસ્કઃ ઇન્ટરનેટ પર કંઇ પણ સર્ચ કરવા માટે ઘણા પ્રકારના બ્રાઉઝર્સ અવેલેબલ છે, પરંતુ મોટાભાગના લોકો Google Chromeનો યૂઝ કરતાં હોય છે. ગૂગલ ક્રોમ ઇન્ટરનેટ સર્ફિંગ સિવાય પણ અન્ય ઘણા કામના ફીચર્સ ધરાવે છે. અહીં અમે તમને ગૂગલ ક્રોમના આવા જ છુપા ફીચર્સ અંગે જણાવી રહ્યા છીએ.

જો કોઇ ટેબ ભૂલથી બંધ ન જાય તો...
કામ કરતી વખતે ઘણી વખત લોકો એક સાથે ઘણા ટેબ્સ ઓપન કરતાં હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમારા કામનું ટેબ ભૂલથી બંધ થઇ જતું હોય છે. જો તમારી સાથે પણ આવું બનતું હોય તો ટેન્શન કરવાની જરૂર નથી. તમારે માત્ર નવું ટેબ ઓપન કરવાનું રહેશે અને Ctrl+Shift+T ક્લિક કરવાનું રહેશે.

ફટાફટ ટેબ ચેન્જ કરો
જો તમે એકથી વધુ ટેબ ઓપન કરી રાખ્યા છે અને તમે જે ટેબ પર કામ કરી રહ્યા છો તેને છોડીને અન્ય ટેબ પર ઝડપથી જવું હોય તો CTRL પ્રેસ કરીને 1થી 9 નંબર સુધી અલગ-અલગ નંબર પ્રેસ કરીને અન્ય ટેબ પર પહોંચી શકો છો. તમે કોઇ પણ ટેબ હો અને તમારે પહેલા ટેબ પર જઉં હોય તો Ctrl +1 પ્રેસ કરવાનું રહેશે. આવી જ રીતે તમે Ctrl+9 પ્રેસ કરતાં કરતાં 9મા ટેબ સુધી પહોંચી જશો.

ફટાફટ સર્ચ થશે શબ્દો
ઘણીવાર કોઇ ટેક્સ્ટ વાંચતી વખતે તેમાં કોઇ એવો શબ્દ આવે જેનો અર્થ આપણે જાણતા ન હોઇએ તો આપણે સામાન્ય રીતે તે શબ્દ કોપી કરીને ગૂગલ પર સર્ચ કરતાં હોઇએ છીએ. એવું ન કરવા ઇચ્છો તો ગૂગલ ક્રોમ યૂઝ કરતી વખતે આવો કોઇ શબ્દ આવે તો તે શબ્દને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરો, તેમાં ગૂગલ સર્ચનો ઓપ્શન જાતે જ આવી જશે.

એન્ડ્રોઇડ ફોનમાં સર્ચ કરવું અત્યંત સરળ
જો તમે એન્ડ્રોઇડ મોબાઇલમાં ક્રોમમાં કોઇ શબ્દને સર્ચ કરવો અત્યંત સરળ છે. જે શબ્દને તમારે સર્ચ કરવો હોય તો તેને માત્ર થોડીવાર માટે પ્રેસ કરીને રાખો બાદમાં તેને સિલેક્ટ, કોપી જેવા ઓપ્શનની સાથે સર્ચનો ઓપ્શન પણ આવી જશે.

સિસ્ટમ ખોલતા જ ઓપન થઇ જશે ફેવરિટ સાઇટ્સ
જો તમે પોતાની સિસ્ટમ ઓન કરતાં જ રોજ કોઇ ખાસ સાઇટ્સ ઓપન કરતાં હોય તો ક્રોમના સેટિંગ્સમાં જઇને on startup પર ક્લિક કરો પછી તેમાં ઓપ્શન્સ દેખાશે જેમાં Open a specific page or set of pages પર ટિક કરી દો. તે માટે નીચે આપવામાં આવેલા બોક્સમાં તમને નવું પેજ એડ કરવાનો ઓપ્શન દેખાશે અથવા તમે જે ટેબ્સ પર કામ કરી રહ્યા છો તે પણ ઓપ્શન તરીકે આવશે જેને તમે એડ કરી શકો છો. ક્રોમ ખોલવા પર આ પેજ જાતે જ ઓપન થઇ જશે.


Omnibox નો યૂઝ
Chrome ના Omnibox (નવું ટેબ ઓપન કરવા પર જે address bar દેખાય છે તે) માત્ર સર્ચ માટે જ નહીં પણ મેથ્સ ઇક્વેશન પણ સોલ્વ કરી શકાય છે. નવું ટેબ ઓપન કરી omnibox પર કોઇ ઇક્વેશન લખશો તો તમને નીચે પોતાનો જવાબ મળી જશે.

આ પણ વાંચોઃ માત્ર 1 ફોલ્ડર ડિલીટ કરવાથી વધી જશે તમારા એન્ડ્રોઇડ ફોનની સ્પીડ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: how to use google chrome hidden features
(News in Gujarati from Divya Bhaskar)