Loading...

Airtel લાવ્યું 289 રૂપિયાનો નવો પ્લાન, 48 દિવસોની વેલિડિટી સાથે મળશે આવા લાભ

ઓછા રૂપિયામાં મળશે લાંબી વેલિડિટીવાળા પ્લાનના બેનિફિટ્સ

Divya Bhaskar Sep 12, 2018, 05:35 PM

ગેજેટ ડેસ્કઃ હાલમાં મોટાભાગની ટેલિકોમ કંપનીઓ લાંબી વેલિડિટી અને સારા બેનિફિટ્સવાળા પ્લાન માટે 450થી 500 રૂપિયા ચાર્જ કરે છે. તેવામાં ભારતી એરટેલે માર્કેટમાં નવો 289 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 48 દિવસોની છે. કિંમતની દ્રષ્ટિએ એરટેલના આ પ્લાનની ટક્કર આઇડિયાના 295 રૂપિયાવાળા પ્લાન સાથે થશે, જેની વેલિડિટી 42 દિવસોની છે.

એરટેલનો 289 રૂપિયાવાળો પ્લાન
એરટેલ આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સાથે રોજ 1 જીબી 4G ડેટા અને રોજના 100 SMSનો લાભ આપે છે. આ પ્લાનની વેલિડિટી અગાઉ જણાવ્યા પ્રમાણે 48 દિવસોની છે. આ પ્લાનની ખાસિયત એ છે કે, તે એક ઓપન માર્કેટ પ્લાન છે અને તેમાં કોલિંગ અંગે કોઇ લિમિટેશન નથી.

એરટેલના આ પ્લાનની ટક્કર આઇડિયાના 295 રૂપિયાવાળા પ્લાન સાથે છે. જો કે, આઇડિયાનો પ્લાન આંધ્રપ્રદેશ અને કેરળ જેવા સર્કલમાં અવેલેબલ છે. કંપની પોતાના 295 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ (પ્રતિદિન 250 મિનિટ, સપ્તાહમાં 1000 મિનિટ), 5GB ડેટા અને રોજના 100 SMS આપે છે. આ પ્લાનની વેલિડિટી 42 દિવસોની છે.

આ પણ વાંચોઃ જિયો-વોડાફોનની ટક્કરમાં એરટેલે લોન્ચ કર્યો 35 રૂપિયાનો પ્લાન


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: એરટેલનો 289 રૂપિયાવાળો પ્લાન | Airtel 289 Rs Plan
(News in Gujarati from Divya Bhaskar)