જિયો-વોડાફોનની ટક્કરમાં એરટેલે લોન્ચ કર્યો 35 રૂપિયાનો પ્લાન

100 રૂપિયાથી ઓછામાં એરટેલના સસ્તા કોલિંગ રેટ અને ડેટાના ત્રણ કોમ્બો પ્લાન

ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલ
Divyabhaskar.com Sep 08, 2018, 10:37 AM IST

ગેજેટ ડેસ્કઃ વોડાફોન અને આઇડિયાના વિલય પછી ભારતી એરટેલ પરથી ટેલીકોમ સેક્ટરમાં નંબર-1 હોવાનો તાજ ઉતરી ગયો છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરતાં કંપનીએ 100 રૂપિયાથી ઓછી કિંમતમાં સસ્તા કોલ દર અને ડેટાના ત્રણ કોમ્બો પ્લાન્સ લોન્ચ કર્યા છે. એરટેલે 35 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાના ત્રણ પ્લાન લોન્ચ કર્યા છે.

 

35 રૂપિયાવાળો પ્લાનઃ આ પ્લાનમાં ગ્રાહકોને 26.66 રૂપિયાનો ટોક ટાઇમ મળશે. લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ્સ માટે ગ્રાહકે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચૂકવણી કરવાની રહેશે. આ પ્લાનની સાથે 100 MB ડેટા પણ ગ્રાહકોને મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની રાખવામાં આવી છે.

 

65 રૂપિયાવાળો પ્લાનઃ આ પ્લાનમાં ગ્રાહકોને 65 રૂપિયાનો ફુલ ટોક ટાઇમ મળશે. લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ્સ માટે ગ્રાહકે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચૂકવણી કરવાની રહેશે. આ પ્લાનની સાથે ગ્રાહકોને 200 MB ડેટા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની રાખવામાં આવી છે.

 

95 રૂપિયાવાળો પ્લાનઃ આ પ્લાનમાં ગ્રાહકોને 95 રૂપિયાનો ફુલ ટોક ટાઇમ મળશે. લોકલ, એસટીડી અને લેન્ડલાઇન કોલ્સ માટે ગ્રાહકે 1 પૈસા પ્રતિ બે સેકન્ડના દરે ચૂકવણી કરવાની રહેશે. આ પ્લાનની સાથે ગ્રાહકોને 500 MB ડેટા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની રાખવામાં આવી છે.

 

એરટેલે આ પ્લાન્સની શરૂઆત પંજાબ, તમિલનાડુ અને યુપી વેસ્ટ સર્કલના ગ્રાહકો માટે લોન્ચ કર્યા છે. જો કે, આવનારા સપ્તાહોમાં આ પ્લાન્સ ભારતના અન્ય સર્કલ માટે પણ લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ જિયોની બીજી વર્ષગાંઠઃ લોન્ચ કર્યું સેલિબ્રેશન પેક, રોજ ફ્રીમાં મળશે 2GB ડેટા

 

Share
Next Story

જિયોની બીજી વર્ષગાંઠઃ લોન્ચ કર્યું સેલિબ્રેશન પેક, રોજ ફ્રીમાં મળશે 2GB ડેટા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: એરટેલ 35 રૂપિયા પ્લાન | Airtel to take on Jio and Vodafone with new low budget plans
(News in Gujarati from Divya Bhaskar)