Loading...

MBA છે ટીવીની 'ઈશ્કબાઝ'ની વહુ, સિગારેટ પીવામાં નથી પાછળ, કરી રહી છે બિઝનેસમેનને ડેટ

ટીવી સીરિયલ 'ઈશ્કબાઝ'માં અનિકાનો રોલ કરતી સુરભિ ચાંદનાનો 11 સપ્ટેમ્બરના રોજ 29મો જન્મદિવસ છે

Divya Bhaskar Sep 11, 2018, 04:45 PM

મુંબઈઃ ટીવી સીરિયલ 'ઈશ્કબાઝ'માં અનિકાનો રોલ કરતી સુરભિ ચાંદનાનો 11 સપ્ટેમ્બરના રોજ 29મો જન્મદિવસ છે. સીરિયલમાં તે ઓબેરોય પરિવારની વહુ એટલે કે શિવાય સિંહ ઓબેરોય(નકુલ મહેતા)ની પત્નીનો રોલ કરી રહી છે. સુરભિ રિયલ લાઈફમાં ઘણી જ ગ્લેમરસ લાગે છે. તે ઘણી જ બિંદાસ છે અને સિગારેટના કશ મારતી પણ જોવા મળે છે. સુરભિ કોર્પોરેટ પ્રોફેશનલ કરન શર્માને ડેટ કરે છે.


માર્કેટિંગમાં કર્યું છે MBA
સુરભિએ માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તેણે પોતાની કરિયરની શરૂઆત તેણે અનેક કમર્શિયલ એડમાં કામ કર્યું છે. સુરભિએ ઘણી સીરિયલમાં નાના-મોટા રોલ કર્યાં હતાં. 'ઈશ્કબાઝ'માં પહેલી જ વાર સુરભિએ લિડ રોલ પ્લે કર્યો હતો. સુરભિ કોર્પોરેટ પ્રોફેશનલ કરન શર્માને ડેટ કરે છે. બંનેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં એકબીજાની અનેક તસવીરો છે. મુંબઈમાં જન્મેલી સુરભિ મૂળ પંજાબી છે.


જીમ જવું પસંદ નથીઃ
સુરભિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને જીમ જવું બિલકુલ પસંદ નથી. તે અલગ રીતે વર્કઆઉટ કરે છે. તે ડાન્સ કરીને પોતાને ફિટ રાખે છે. તેમાં પણ તેને ઝુમ્બા ડાન્સ ઘણો જ પસંદ છે. એક કલાકમાં 350 કેલરી બર્ન થાય છે.


આ સીરિયલ્સમાં કર્યું છે કામઃ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સુરભિ જેઠાલાલની સેક્રેટરીના રોલમાં જોવા મળી હતી. 'એક નનંદ કી ખુશિયો કી ચાબી...મેરી ભાભી', 'કૂબૂલ હૈં', 'આહટ', 'દિલ બોલે ઓબેરોય'માં કામ કર્યું છે. ફિલ્મ 'બોબી જાસૂસ'માં પણ કામ કર્યું છે.

EXCLUSIVE: દિશા વાકાણીએ 'તારક મહેતા'નું શરૂ કર્યું શૂટિંગ, નવરાત્રિમાં થશે ગ્રાન્ડ એન્ટ્રી


Loading...

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: tv actress Surbhi Chandna worked in taarak mehta and played jethalal secretary role
(News in Gujarati from Divya Bhaskar)