ઈન્તઝાર / શૈલેષ લોઢાએ કહ્યું ઈન્તઝારનું ફળ 'દયા' હોય છે

Divyabhaskar.com Apr 19, 2019, 07:24 PM IST

ટેલિવિઝન ડેસ્ક : કોમેડી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણી મોટી સંખ્યામાં ચાહકો છે. 11 વર્ષોથી ચાલી રહેલા આ શો એ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ  દર્શકોને દયાબહેન વગર સિરિયલ અધૂરી લાગે છે.

દિશા વાકાણીએ દીકરીના જન્મને લીધે  તેણે આ શોમાંથી વિદાય લઇ લીધી હતી પરંતુ તે પાછી ક્યારે ફરશે તે પ્રશ્ન તેના ફેન્સના દિલો-દિમાગ પર હાવી થઇ ગયો છે. સીરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ ફેન્સને રાહ જોવા માટે કહ્યું. તેણે કહ્યું કે ,' આવશે-આવશે ઇન્તઝારનું ફળ મીઠું હોય છે, ઇન્તઝારનું ફળ 'દયા' હોય છે.' 

આડકતરી રીતે  શૈલેષ લોઢાએ દયાભાભી સિરિયલમાં થોડા સમય બાદ આવશે તેવું કહી દીધું. તો બીજી તરફ એક રિપોર્ટમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે દિશા વાકાણીને 30 દિવસની નોટિસ મોકલવામાં આવી છે. જો 30 દિવસમાં તે સિરિયલમાં પરત નહિ આવે તો તેની જગ્યાએ નવા ચહેરો આવશે.

Share
Next Story

અપકમિંગ / વેબ સિરીઝમાં સીઆઈડી ટીમની એન્ટ્રી, અનાઉન્સમેન્ટ જલ્દી થશે

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: tarak-mehta-ka-oolta-chashma-will-disha-vakani-come-back-here-is-what-shailesh-lodha-have-to-say
(News in Gujarati from Divya Bhaskar)