ન્યૂ એન્ટ્રી/ / 'નાગિન-3'માં થશે મૌની રોયની એન્ટ્રી, એકતા કપૂરે વિડીયો રિલીઝ કરી હિન્ટ આપી

Divyabhaskar.com Apr 19, 2019, 07:44 PM IST

ટેલિવિઝન ડેસ્કઃ ટેલિવિઝનની પોપ્યુલર સિરીયલ 'નાગિન-3'ના ચાહકો માટે એક ગુડ ન્યૂઝ છે. આ સિરીયલનો અંત નજીક છે ત્યારે શોના મેકર્સ ફેન્સ માટે એક સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છે. સિરીયલની નિર્માતા એકતા કપૂરે 'નાગિન-3'ના ગ્રાન્ડ ફિનાલેની જાહેરાતની સાથે એ હિન્ટ પણ આપી દીધી છે કે સિરીયલનો એન્ડ ધમાકેદાર હશે. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સિરીયલ 'નાગિન-3'નો એક પ્રોમો વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં મૌની રોયની ઝલક જોવા મળી રહી છે.


સુપરનેચરલ થ્રિલર 'નાગિન-3'ની સ્ટોરીલાઇન જે રીતે આગળ વધી રહી છે, તે જોઇને દર્શકોનું એક્સાઇટમેન્ટ લેવલ પણ હાઈ થઈ રહ્યું છે. આ સિઝનના ફિનાલે એપિસોડમાં અગણિત ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળવાના છે. જેનો પ્રોમો રિલીઝ કરતાં એકતા કપૂરે લખ્યું, 'તમામ નાગિન ફેન્સ...આવનારા ક્રેઝિએસ્ટ ફિનાલે માટે સીટ બેલ્ટ બાંધી લો. આ મે મહિનામાં બેલાને એક અજાણ્યા વ્યક્તિની મદદ મળશે અને એક અધૂરી વાર્તાનો નાટકીય અંત આવશે. જે લોકો નાગિન બ્રહ્માંડને અનુસરે છે તે આવવાની છે...'


આ કેપ્શનના ટેગમાં એકતા કપૂરે #queenofnaagins લખ્યું છે, જે વાંચતા જ મૌની રોય યાદ આવી જાય છે. મૌની રોયે નાગિનની અગાઉની બંને સિઝનમાં લીડ રોલ પ્લે કરી લાખો લોકોના દિલ જીતી લીધાં હતાં. જો ખરેખર મૌની રોય 'નાગિન-3'ના ફિનાલે એપિસોડમાં જોવા મળશે તો મોનીના ફેન્સ માટે તો મોટી સરપ્રાઇઝ હશે જ પણ સાથે આ એપિસોડ પણ ચોક્કસપણે ધમાકેદાર બનશે.

Share
Next Story

સિરિયલ / એકતા કપૂર 'કસમ તેરે પ્યાર કી' સિરિયલની નવી સીઝન શરૂ કરશે

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Mouni roy may comeback in naagin-3
(News in Gujarati from Divya Bhaskar)