વિવાદ / 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલમાં બીજેપીનો પ્રચાર કરવા બદલ મહારાષ્ટ્ર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી

  • સિરિયલના એપિસોડે ચૂંટણી પહેલા આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું 
  • એકટર મોદી સરકારની યોજનાના વખાણ કરી રહ્યો છે 
  • કોંગ્રેસે સિરિયલની સરખામણી પેડ ન્યૂઝ સાથે કરી 
Divyabhaskar.com Apr 09, 2019, 03:34 PM IST

ટેલિવિઝન ડેસ્ક: એન્ડ ટીવી ચેનલ પર આવતી ફેમસ સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ' ચૂંટણી પહેલાં વિવાદોમાં ફસાઈ ગઈ છે. 5 એપ્રિલે બતાવેલા એપિસોડમાં એક્ટર મનમોહન તિવારી(રોહિતાશ ગૌડ)તેના બે મિત્રોને બીજેપી સરકારની યોજનાઓના ફાયદા ગણાવી રહ્યો હતો. આડકતરી રીતે તે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પણ કરી રહ્યો હતો. મોદી સરકારે દેશભરમાં બનાવેલા શૌચાલયની વાત પણ ઉમેરી હતી. આ બધું જોઈને કોંગ્રેસ ભડકી ગઈ છે. 

મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું કે ટીવી સિરિયલમાં બીજેપીના આવી રીતે ગુણગાન ગાવા તે યોગ્ય નથી.એટલું જ નહિ, કોંગ્રેસે બીજેપી વિરુદ્ધ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવીને ચૂંટણી આયોગને ફરિયાદ કરી છે.

કોંગ્રેસે આ સિરિયલની તુલના પેડ ન્યૂઝ સાથે કરી છે અને બીજેપી અને ચેનલ પર ઊચિત કાર્યવાહી કરવાની માગ કરી છે.

##

મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ અને પ્રવક્તા સચિન સાવંતે ટ્વીટર પર આ એપિસોડની ક્લિપ શૅર કરી છે. તેણે લખ્યું છે કે હું મુખ્ય ચૂંટણી કમિશ્નરની સામે બીજેપીનો પ્રચાર કરનારી ટીવી ચેનલ અને તેની પ્રોડક્શન ટીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ.

Next Story

કિડ્ઝ ટીવી / રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ'નું એનિમેટેડ વર્ઝન 'ગોલમાલ જુનિયર' રિલીઝ થશે

Next

Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: maharashtra-congress-accused-makers-of-bhabi-ji-ghar-par-hain-to-violating-code-of-conduct
(News in Gujarati from Divya Bhaskar)