‘બિગ બોસ’ના 10 સૌથી મોંઘા સ્પર્ધક, હિના ખાનથી લઈ કાજોલની બહેન સુધી; કોઈએ 2 કરોડ તો કોઈએ અઠવાડિયાના લીધા 8 લાખ રૂપિયા

સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે ભારતી સિંહ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે શોનો ભાગ બનશે.

હિના ખાન, કરન મેહરા અને તનિષા મુખર્જી.
Divyabhaskar.com Sep 07, 2018, 07:13 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ’ની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. 12મી સીઝનમાં સ્પર્ધકો જોડિયોમાં જોવા મળશે. ગોવામાં લોન્ચિંગ દરમિયાન સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે ભારતી સિંહ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે શોનો ભાગ બનશે. બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને તેની બહેન ઈશિતા દત્તાનું નામ પણ સ્પર્ધક તરીકે સામે આવી રહ્યું છે. જોકે 16 સપ્ટેમ્બરના રોજ સલમાન લોન્ચિંગમાં સત્તાવાર રીતે તમામ સ્પર્ધકોની જાહેરાત કરશે. શો શરૂ થતા પહેલા અમે તમારી સમક્ષ બિગ-બોસના અત્યારસુધીના સૌથી મોંઘા સ્પર્ધકો વિશે જણાવી રહ્યાં છીએ. 

 

બિગ બોસ-11 (2017)
સ્પર્ધક- હિના ખાન


- ટીવી એક્ટ્રેસ હિના ખાન બિગ બોસ સીઝન 11ની સૌથી મોંઘી સ્પર્ધક હતી. તે શો માટે એક અઠવાડિયાના 8 લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. 
- હિના પહેલા પણ ઘણા સ્પર્ધકોએ બિગ બોસના શોમાં સામેલ થવા માટે ભારે રકમ લીધી હતી.

 

બિગ બોસ-9 (2015)
સ્પર્ધક- રિમી સેન

 

- આ સીઝનમાં બોલિવૂડ એક્ટ્રેસ રિમી સેનને સૌથી વધુ ફી આપવામાં આવી હતી. તેને સંપૂર્ણ સીઝન માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ તે વધુ દિવસ શોમાં ટકી શકી નહોતી.
- આ શોમાંથી બહાર આવ્યા બાદ તે ભાજપમાં જોડાઈ હતી. આ શોનો વિનર પ્રિન્સ નરુલા રહ્યો હતો.

 

બિગ બોસ-10 (2016)

સ્પર્ધક-  કરણ મેહરા

 

- ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2009-16)નો એક્ટર કરણ મેહરા શો પોતાની ફી અંગે ચર્ચામાં રહ્યો હતો. તેને સંપૂર્ણ સીઝન માટે 1 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

 

બિગ બોસ-7 (2013)
તનીષા મુખર્જી

 

- કાજોલની બહેન અને એક્ટ્રેસ તનીષા મુખર્જી બિગ બોસ-7ની સૌથી મોંઘી સ્પર્ધક રહી હતી. તેને શોમાં અઠવાડિયાના 7.5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જોકે સીઝનની વિનર એક્ટ્રેસ ગૌહર ખાન રહી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો શોના અન્ય મોંઘા સ્પર્ધકો વિશે.....)

 

 

KBC 10: ઘર બેઠા જવાબ આપવા રહો તૈયાર, મફતમાં આમ જીતો 14 લાખની કાર        
Share

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Bigg Boss 12 Coming Soon: Hina Khan To Tanisha Mukherjee And Great Khali Highest Paid Celebrities
(News in Gujarati from Divya Bhaskar)