ટાઈગરની GFને ડેટ કરી ચૂક્યો છે ‘કસૌટી..2’નો અનુરાગ બાસુ, Bigg Bossના વિકાસ ગુપ્તા સાથે પણ હતું અફેર

પાર્થે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર અનુસાર તેને એક્ટિંગ ઉપરાંત ફેશન અને ફરવાનો શોખ રહ્યો છે.

Divyabhaskar.com Sep 07, 2018, 07:46 PM IST

મુંબઈઃ ‘કસૌટી જીંદગી કી’ સીરિયલ 17 વર્ષ પછી ટીવી પર કમબેક કરવા જઈ રહ્યું છે. આ સીરિયલના બે ચેહરા તો સામે આવી ગયા છે પરંતુ અન્ય નામો પર હજુ પણ રહસ્ય છે. આ વખતે એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન પ્રેરણા અને અનુરાગના રોલમાં જોવા મળશે. 17 વર્ષ પહેલા આ રોલ શ્વેતા તિવારી અને સિઝેન ખાને ભજવ્યો હતો. પાર્થ આ વખતે અનુરાગ બાસુનો રોલ કરશે અને સીરિયલના પ્રોમોમાં પાર્થને જોઈ લોકો ખુશ થયા હતા. પાર્થ 2012માં પેંટાલૂન ફ્રેશ ફેસ તરીકે સિલેક્ટ થયો હતો. પાર્થે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર અનુસાર તેને એક્ટિંગ ઉપરાંત ફેશન અને ફરવાનો શોખ રહ્યો છે. પાર્થ એક્ટર ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટનીને ડેટ કરી ચૂક્યો છે.

 

ઘણી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યો છે પાર્થ


- પાર્થ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા 8.50 લાખ જેટલી છે.
- ‘કસૌટી..2’નો ભાગ બનનાર પાર્થ ઘણી વેબ સીરિઝ અને સીરિયલ્સમાં જોવા મળી ચૂક્યો છે. તે સૌપ્રથમ લાઈમલાઈટમાં એમટીવીની સીરિયલ ‘કૈસી હૈ યારિયાં’થી આવ્યો હતો. 
- 27 વર્ષીય પાર્થ સમથાનનો જન્મ મુંબઈમાં જ થયો હતો.

 

આ કારણે થયું હતું બ્રેક-અપઃ


- દિશા જ્યારે બોલિવૂડમાં એક્ટિવ નહોતી ત્યારે પાર્થને ડેટ કરતી હતી. આ સમયે પાર્થ ટીવીમાં ઘણો જ લોકપ્રિય હતો. - ટીવી પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાને કારણે આ બંનેના રિલેશન તૂટ્યા હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના મતે, પાર્થ બાયોસેક્સ્યૂઅલ છે અને દિશા સાથે સંબંધ હોવા છતાંય તેના સંબંધો વિકાસ ગુપ્તા સાથે પણ હતાં. પાર્થે 2013માં વિકાસ ગુપ્તા પર શોષણનો આરોપ લગાવ્યો હતો.
- દિશાને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે આ સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. હાલમાં દિશા તથા ટાઈગર વચ્ચે અફેયર હોવાની ચર્ચા છે. જોકે, આ બંને પોતાને એકબીજાને સારા મિત્રો જ માને છે.

 

‘બિગ બોસ’ના 10 સૌથી મોંઘા સ્પર્ધક, હિના ખાનથી લઈ કાજોલની બહેન સુધી; કોઈએ 2 કરોડ તો કોઈએ અઠવાડિયાના લીધા 8 લાખ રૂપિયા        
Share

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: bollywood actress disha patani had relation with Parth Before tiger shroff
(News in Gujarati from Divya Bhaskar)