મદદ / ફેનની એક ટ્વીટ પર દોડી ગયો કપિલ શર્મા, શોમાં એન્ટ્રી અપાવી

Divyabhaskar.com Apr 01, 2019, 12:08 PM IST

ટેલિવિઝન ડેસ્કઃ કોમેડી કિંગ કપિલ શર્માએ પોતાની કોમેડીથી લાખો ચાહકો બનાવી લીધા છે. ફેન્સ જેટલો પ્રેમ કપિલને કરે છે સામે કપિલ પણ તેના ફેન્સની એટલી જ કાળજી રાખે છે. જ્યારે પણ કોઈ ફેન મદદ માગે તો તે પૂરી કરવાની કપિલ મદદ કરતો હોય છે. તાજેતરમાં જ ફરી એક વખત એવું જોવા મળ્યું કે એક ચાહકે ટ્વિટર પર કપિલ શર્માનો શો જોવાની ઈચ્છા જતાઈ અને કપિલે પોતે જઇને તે ચાહકને આ શોમાં એન્ટ્રી અપાવી.


દોમાન સાહુ નામનો કપિલનો એક ચહાક 'ધ કપિલ શર્મા શો' જોવા સેટ પર આવ્યો હતો. પરંતુ તેની પૈસે મંજૂરી ન હોવાથી તેને એન્ટ્રી ના મળી. એવામાં તેણે ત્યાંથી જ ટ્વિટર પર ટ્વીટ કરતાં લખ્યું, 'મારે તમારા શોમાં આવવું છે સર. હું તમારા શોની બહાર જ ઊભો છું. પ્લીઝ મને અંદર આવવા દો. મારા હાથમાં માર્કિંગ નથી તો મને અંદર આવવા નથી દેતા. સર પ્લીઝ.'

આ ટ્વીટ પર કપિલની નજર પડી ગઈ અને તેણે રીટ્વિટ કરી પૂછ્યું, 'તમે ક્યાં છો? મારી વેન પાસે આવો. હું ત્યાં તમારી રાહ જોઈ રહ્યો છું.' ત્યારબાદ સાહુ અને કપિલ શર્માની મુલાકાત થઈ અને તેણે કપિલ સાથે ફોટા પણ પડાવ્યા. 

 

##


કપિલ શર્માનો આ ફેન છેલ્લાં થોડાં સમયથી કપિલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે પણ તસવીરો પોસ્ટ કરી હતી. તેણે ભારતી સિંહ પાસે પણ કપિલના શોમાં એન્ટ્રી કરાવવા માટે વિનંતી કરી હતી. તેમજ સોશિયલ મીડિયા પર તેને મેસેજ પણ મોકલ્યો હતો. દોમાન સાહુ કપિલ શર્માનો બહુ મોટો ફેન છે. તેણે કપિલ શર્માના નામનું ટેટૂ પણ પોતાના હાથ પર બનાવડાવ્યું છે. આખરે આટલી મહેનત બાદ કપિલના આ ફેનની કપિલને મળવાની અને તેનો શો જોવાની ઈચ્છા પૂરી થઈ ગઈ.

Next Story

અપકમિંગ / 'ધ કપિલ શર્મા શો'માં 3 સદાબહાર અભિનેત્રીઓ મહેમાન બનશે, કૃષ્ણાએ ફોટો શેર કર્યો

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: kapil sharma won hearts by helping out a fan
(News in Gujarati from Divya Bhaskar)