ઝાંસી કી રાની / ટીવી સિરિયલ 'ઝાંસી કી રાની'માં લગ્નની સિક્વન્સમાં એક્ટ્રેસ અનુષ્કા સેને પહેરી એક કરોડથી વધુ કિંમતની સોનાની જ્વેલરી

સિરિયલ 'ઝાંસી કી રાની'માં લગ્ન સિકવન્સ દરમિયાન મણિકર્ણિકા(અનુષ્કા સેન) તથા ગંગાધર(વિકાસ)
Divyabhaskar.com Apr 22, 2019, 05:59 PM IST

કિરણ જૈન, મુંબઈઃ હાલમાં ઐતિહાસિક સિરિયલ 'ઝાંસી કી રાની'ના એક્ટર્સ વિશેષ પ્રોમોનું શૂટિંગ કરી રહ્યાં છે. આ પ્રોમોમાં મણિકર્ણિકા(અનુષ્કા સેન) તથા ગંગાધર(વિકાસ માનકતલા)ના લગ્નની સિક્વન્સ બતાવવામાં આવશે. પ્રોમોમાં અનુષ્કા સામાન્ય મહારાષ્ટ્રિયન દુલ્હન તરીકે જોવા મળશે. તે નૌવારી સાડી, નથણી, લગ્નચૂડો, અંબોડો, ફૂલો તથા હેવી જ્વેલરી પહેરી હોય છે. આ સિક્વન્સ માટે ઉપયોગમાં લેવાયેલી જ્વેલરીની કિંમત એક કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે.

 

 • ભવ્ય લગ્નઃ
  1.

  સૂત્રોના મતે, આ લગ્નને ભવ્ય બનાવવામાં મેકર્સે કોઈ કમી બાકી રાખી નથી. તેમણે ગુજરાતના એક જ્વેલરી ડિઝાઈનર સાથે ટાઈ-અપ કર્યું છે. જે લગ્નની સિકવન્સ માટે જ્વેલરી આપી છે.

   

 • માલિકે સ્વીકારી વાતઃ
  2.divyabhaskar.comએ જ્યારે જ્વેલરી શોપના માલિક રૂપાલી ગોલેચા સાથે વાત કરી તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું, ''જ્યારે આ શો માટે મારો સંપર્ક કરવામાં આવ્યો તો હું ઘણી જ રોમાંચિત થઈ ગઈ હતી. કારણ કે આ શો મારો ફેવરિટ છે. સિરિયલમાં અમે જે જ્વેલરી આપી છે, તે પ્રાચીન યુગની છે. અમે પોલ્કા તથા રાણી હારમાં જે મોતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે પ્રાચીન છે. મણિકર્ણિકા માટે કલરફૂલ સ્ટોન જેમાં માણેક-પન્નાનો ઉપયોગ કરીને ચોકરનો સેટ બનાવવામાં આવ્યો છે. આ પ્રાચીન જ્વેલરીને બનાવવામાં અંદાજે એક મહિના જેટલો સમય થયો હતો.'' જ્યારે આ જ્વેલરીની કિંમત અંગે સવાલ કરવામાં આવ્યો તો રૂપાલીએ તરત જ જવાબ આપ્યો હતો કે આ જ્વેલરીની કિંમત એક કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે.
 • સોનાના ઘરેણાંનો શોખઃ
  3.એક કરોડથી વધુ કિંમતની જ્વેલરી પહેરવા પર એક્ટ્રેસ અનુષ્કા સેને કહ્યું હતું, ''એક યુવતીને નાનપણથી જ સોનાની જ્વેલરી પ્રત્યે ખાસ લગાવ હોય છે. મને પણ સોનાના ઘરેણાં ઘણાં જ ગમે છે અને ખાસ કરીને લગ્નની જ્વેલરી તો મને ખાસ એટ્રેક્ટ કરે છે. કારણ કે આ જ્વેલરીમાં દુલ્હન ઘણી જ સુંદર લાગતી હોય છે. સિરિયલમાં લગ્ન દરમિયાન મેં જે લગ્નચૂડો પહેર્યો છે, તે ઓથેન્ટિક છે. આ સિવાય ઈયરરિંગ્સ, નથ તથા માથાના ટીકાની ડિઝાઈન પણ ઘણી જ સુંદર છે. રાણી હારની કારીગરી દિલને મોહી લે છે. રિયલ ગોલ્ડની જ્વેલરી પહેર્યાં બાદ મારો લુક અલગ જ લાગતો હતો.''
Share
Next Story

ન્યૂ એન્ટ્રી/ / 'નાગિન-3'માં થશે મૌની રોયની એન્ટ્રી, એકતા કપૂરે વિડીયો રિલીઝ કરી હિન્ટ આપી

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: serial Jhansi Ki Rani are shooting a special promo wherein Manikarnika played by Anushka Sen will be seen getting married to Gangadhar
(News in Gujarati from Divya Bhaskar)