ઈલેક્શન ઈફેક્ટ / સરકારની યોજનાનો સીરિયલમાં પ્રચાર કરવા બદલ ચૂંટણી પંચે બંને સિરિયલો પાસેથી જવાબ માગ્યો

Divyabhaskar.com Apr 19, 2019, 07:23 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ઝી ટીવી અને એન્ડ ટીવીની સિરિયલોમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકારની યોજનાઓની પબ્લિસિટી કરી હોવાથી મામલો ગરમાયો છે. ચૂંટણી પંચે 24 કલાકમાં આ સિરિયલ પાસેથી જવાબ માગ્યો છે. 'તુજસે હૈ રાબતા' અને 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલ પર મોદી સરકારની યોજનાઓનો પ્રચાર કર્યો હોવાનો આરોપ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી જેને લઈને તેણે સિરિયલોને નોટિસ ફટકારી છે.

આચારસંહિતા 
કોંગ્રેસે સિરિયલ પર આરોપ લાગવ્યો છે કે સીરિયલના કેરેક્ટરે ઉજ્જ્વલા યોજના, મુદ્રા યોજના, મેક ઈન ઈન્ડિયા અને સ્વરછ ભારત અભિયાનનો પ્રચાર  કર્યો હતો, જે આચારસંહિતાનું ઉલ્લંઘન સમાન છે.

સસ્પેન્ડ 
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે આ મામલે કહ્યું કે આ એક ગંભીર મામલો છે. આ કેસ પાછળ પૂરેપૂરી બીજેપી જ જવાબદાર છે. અમારી માગ છે કે ટીવી ચેનલોને સસ્પેન્ડ કરવામાં આવે.

ગઈ કાલે કોંગ્રેસે આ સિરિયલની તુલના પેડ ન્યૂઝ સાથે કરી હતી અને બીજેપી અને ચેનલ પર ઊચિત કાર્યવાહી કરવાની માગ કરી હતી.

Share
Next Story

વિવાદ / 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલમાં બીજેપીનો પ્રચાર કરવા બદલ મહારાષ્ટ્ર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Election Commission sent show cause notice to tv channels for promoting schemes of government
(News in Gujarati from Divya Bhaskar)