Loading...

‘તારક મેહતા..’માં ટૂંકસમયમાં કમબેક કરશે ‘દયાબેન’ દિશા વાકાણી, મેકર્સે જણાવી ડેટ

પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ ‘દયાબેન’ના ટૂંકસમયમાં કમબેક કરવાના સંકેત આપ્યા છે.

Divyabhaskar.com | Updated -Sep 08, 2018, 02:16 PM

મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની લીડ એક્ટ્રેસ દયા ભાભી એટલે કે દિશા વાકણી મેટરનિટી લીવ પર છે, દીકરી સ્તુતિના જન્મ બાદ પણ તે હજીસુધી શો સાથે જોડાયા નથી. ઘણા સમયથી તેમના કમબેકના અહેવાલ સામે આવી રહ્યાં હતા, જોકે પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ ‘દયાબેન’ના ટૂંકસમયમાં કમબેક કરવાના સંકેત આપ્યા છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા અસિત મોદીએ જણાવ્યું હતું કે,"હા, અમે દિશાના કમબેક અંગે તેમની સાથે વાત કરી રહ્યાં છીએ. જો બધુ બરાબર ચાલશે તો આવનારા બે મહિનામાં દિશા કમબેક કરશે. તેની ગેરહાજરીમાં પણ શોને સારી રેટિંગ્સ મળી રહી છે." કમબેક મામલે દિશાનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. ઉલ્લેખનીય છે કે, કવિ કુમાર આઝાદ બાદ હવે શોમાં નવા ‘ડૉ. હાથી’ની એન્ટ્રી થવા જઈ રહી છે, તેથી ‘દયાબેન’નું કમબેક તે પછી જ શોમાં જોવા મળી શકે છે.  

   

અશ્લીલ ટિપ્પણીઓથી 'દયાભાભી' થયા ગુસ્સાથી લાલચોળ


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ દયાભાભી એટલે કે દિશા વાકાણી પોતાના ચાહકોને લઈ નારાજ છે. તેણે ગુરૂવાર(છ સપ્ટેમ્બર)ના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મેસેજ પોસ્ટ કરીને પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો છે. દિશાએ મેસેજમાં લખ્યું છે, ''આ મારી અંતિમ ચેતવણી છે. મને અનચુતિ, અશ્લિલ તથા આપત્તિજનક ફોટો કે પોસ્ટમાં ટેગ કરવાની બંધ કરો. મને સંબંધિત અથવા મારા ફોટો સુધી ઠીક છે પરંતુ દરેકમાં નહીં.''

 

હાલમાં મેટરનિટી લીવ પર છે દિશાઃ


હાલમાં દિશા વાકાણી મેટરનિટી લીવ પર છે. નવેમ્બર, 2017ના રોજ દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. જૂનમાં દિશાએ કહ્યું હતું કે તે આ શોમાં પરત આવશે પરંતુ થોડો સમય લાગેશ. ઉલ્લેખનીય છે કે દિશાએ 24 નવેમ્બર, 2015ના રોજ મયુર પડિયા સાથે લગ્ન કર્યાં છે. મયુર મુંબઈમાં સીએ છે.

 

10 વર્ષથી છે 'તારક મહેતા' સાથેઃ


17 સપ્ટેમ્બર, 1978 અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. દિશા નાનપણથી જ એક્ટિંગ સાથે જોડાયેલી છે. તે છેલ્લાં 10 વર્ષથી 'તારક મહેતા..' શો સાથે જોડાઈ હતી.

 

આ શો અને ફિલ્મ્સમાં કરી ચૂકી છે કામઃ


દિશા 'ખિચડી', 'ઈન્સ્ટેન્ટ ખિચડી' ટીવી સીરિયલમાં જોવા મળી હતી. આ સિવાય બોલિવૂડ ફિલ્મ 'કમસિનઃ ધ અનટચ્ડ', 'ફૂલ ઔર દાગ', 'દેવદાસ', 'મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ', 'સી કંપની' તથા 'જોધા અકબર'માં જોવા મળી હતી.

  ‘મોહબ્બતેં’ની એક્ટ્રેસના 7 વર્ષના બાળકને મારી નાંખવાની ધમકી મળી, ઐશ્વર્યાની ભાભી વચ્ચે પડી તો કહ્યું,‘તમે તમારું કામ કરો’        

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Disha Vakani aka Dayaben all set to return on the show after maternity break
(News in Gujarati from Divya Bhaskar)