Loading...

EXCLUSIVE: દિશા વાકાણીએ 'તારક મહેતા'નું શરૂ કર્યું શૂટિંગ, નવરાત્રિમાં થશે ગ્રાન્ડ એન્ટ્રી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં વર્ષથી શોમાં જોવા મળતી નથી

Divya Bhaskar Sep 09, 2018, 01:05 PM

કિરણ જૈન, મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં વર્ષથી શોમાં જોવા મળતી નથી. હવે, દિશા વાકાણી નવરાત્રિ(ઓક્ટોબર)માં શોમાં ફરીવાર જોવા મળશે.


કહી આ ખાસ વાતઃ
divyabhaskar.com સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં દિશાએ કહ્યું હતું, ''હું હંમેશા પ્રોડ્યુસર અસિત મોદી તથા શોને પ્રામાણિક છે. કોઈ પણ મારી આ પ્રામાણિકતા છિનવી શકે નહીં. હા, હું શોમાં પરત આવું છું. સાચી વાત તો એ છે કે મેં બે દિવસ પહેલાં જ 'તારક મહેતા'ની મારી એન્ટ્રી સિક્વન્સ શૂટ પણ કરી નાખી છે. આ ખુશીને શબ્દોમાં વર્ણવી ઘણી જ મુશ્કેલ છે.


છેલ્લાં ઘણાં સમયથી શો છોડ્યાની થતી હતી વાતોઃ
છેલ્લાં કેટલાંક મહિનાથી દિશા વાકાણીએ આ શો છોડ્યો હોવાની ચર્ચા થતી હતી. આ અંગે જ્યારે દિશાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું હતું, ''સાચું કહું હતું તો હું મીડિયાથી હંમેશા દૂર જ રહેવા માંગું છું. જો હું કંઈ જ ના બોલું તો તેઓ એમની રીતે ગમે તે લખી નાખે છે. જેને કારણે એક્ટર તથા પ્રોડ્યુસર વચ્ચે મતભેદ સર્જાય છે. મેં પહેલાં જ કહ્યું કે હું આ શોને પ્રામાણિક છું. તમારે આ સવાલ અસિત મોદીને પૂછવો જોઈએ.''


અસિત મોદીએ પણ કર્યો સ્વીકારઃ
divyabhskar.comએ જ્યારે અસિત મોદીને દિશા વાકાણીના કમબેકને લઈ સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે વાતચીત ચાલે છે અને બધું જ સમુસૂતરું પાર પડ્યું તો દિશા બે મહિના બાદ શોમાં જોવા મળશે. હાલમાં દિશા મેટરનિટી લીવ પર છે. તેણે ક્યારેય આ શો છોડ્યો નહોતો.


21 સપ્ટેમ્બરે શૂટ કર્યો હતો લાસ્ટ એપિસોડઃ
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ 21 સપ્ટેમ્બર, 2017ના રોજ સીરિયલનો લાસ્ટ એપિસોડ શૂટ કર્યો હતો. મેટરનિટી લીવ પર જતા પહેલાં મેકર્સે કેટલાંક શોટ લીધા હતાં, જેનો ઉપયોગ સીરિયલમાં કરવામાં આવતો હતો. દિશાએ 28 નવેમ્બરના રોજ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો.


10 વર્ષથી છે 'તારક મહેતા' સાથેઃ
17 સપ્ટેમ્બર, 1978 અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. દિશા નાનપણથી જ એક્ટિંગ સાથે જોડાયેલી છે. તે છેલ્લાં 10 વર્ષથી 'તારક મહેતા..' શો સાથે જોડાઈ હતી.


આ શો અને ફિલ્મ્સમાં કરી ચૂકી છે કામઃ
દિશા 'ખિચડી', 'ઈન્સ્ટેન્ટ ખિચડી' ટીવી સીરિયલમાં જોવા મળી હતી. આ સિવાય બોલિવૂડ ફિલ્મ 'કમસિનઃ ધ અનટચ્ડ', 'ફૂલ ઔર દાગ', 'દેવદાસ', 'મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ', 'સી કંપની' તથા 'જોધા અકબર'માં જોવા મળી હતી.

અંતે, કવિ કુમાર આઝાદના નિધનના બે મહિના બાદ 'તારક મહેતા'માં આવ્યા નવા ડૉ. હાથી, નિર્મલ સોની ભજવશે પાત્ર


Loading...

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: disha vakani, I have already shot my entry sequence two days back
(News in Gujarati from Divya Bhaskar)