'બિગ બોસ'ના ઘરમાં ગુજરાતી પતિ સાથે બાળક અંગે પ્લાનિંગ કરવા માંગે છે કોમેડિયન ભારતી સિંહ

ભારતીએ પહેલા જ જણાવી દીધું હતું કે તે માત્ર પૈસાને કારણે જ આ રિયાલિટી શોનો ભાગ બની રહી છે.

Divyabhaskar.com Sep 10, 2018, 02:01 PM IST

મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે બિગ બોસ-12ના પ્રથમ સેલિબ્રિટિ કપલ જાહેર રહેશે. આ વાતનો ખુલસો સલમાન ખાને જ ગોવામાં બિગ બોસ-12ની લોન્ચિંગ ઈવેન્ટમાં કર્યો હતો. તાજેતરમાં જ આ શોમાં એન્ટ્રી પહેલા ભારતી સિંહે ઘણા રસપ્રદ ખુલાસો કર્યા છે. તેણે ઈન્ટરવ્યૂ દરમિયાન શોમાં ફેમિલી પ્લાનિંગ અંગેનું વિચારવા સહિતની વાતો કરી હતી.

 

‘બિગ બોસ’માં મળશે પતિ સાથે રહેશે, કરી શકે છે ફેમિલી પ્લાનિંગ


- બિગ બોસમાં એન્ટ્રી અંગે ભારતીએ (હસીને) જણાવ્યું કે,"મને જ્યારે જાણ થઈ કે બિગ બોસમાં પતિ હર્ષ સાથએ એન્ટ્રી કરવાની છે તો લાગ્યું કે ચલો હવે હું ફેમિલી પ્લાનિંગ કરી શકું છું. હું બિગ બોસમાં જવા અંગે ઘણી ખુશ છું કારણ કે ત્યાં હું પોતાના પતિ સાથે સમય પસાર કરી શકીશ."
- ભારતીએ જણાવ્યું કે,"અમે લગ્ન પછી હનિમૂન પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક આર્જેન્ટિનામાં ‘ખતરોં કે ખિલાડી’ માટે ગયા હતા. મને તે સમયે જ બિગ બોસ માટે ફોન આવ્યો હતો. ત્યારે મે કહ્યું હતું કે, હું ‘ખતરોં કે ખિલાડી’ને પૂર્ણ કર્યા બાદ વાત કરીશ. અત્યારે બધુ ફાઈનલ થઈ ગયું છે."
- બિગ બોસમાં એન્ટ્રી અંગે ભારતીને ડર પણ છે જે અંગે તેણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"અમે જે રીતે રિયલ લાઈફમાં છીએ, તે વસ્તુ જ્યારે કેમેરા પર આવે છે ત્યારે વાત અલગ થઈ જાય છે. લોકો કેવું રિએક્શન આપશે તે જોવાનું રહેશે. શોમાં એક ભૂલથી લોકોમાં તમારી ઈમેજ ખરાબ થઈ જાય છે."

 

બિગ બોસમાં ટકી રહેવા માટે આવો છે હર્ષ અને ભારતીનો પ્લાન


- ભારતીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,"બિગ બોસમાં એન્ટ્રી કરવાને કારણે હવે હું ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની હોસ્ટ નહીં બની શકું. આ શો મે 4 વર્ષ સુધી હોસ્ટ કર્યો છે. ત્રણેય જજ (કરન જોહર, મલાઈકા અરોરા, કિરણ ખેર) સાથે મારી સ્પેશ્યિલ બોન્ડિંગ છે. હું શોનો ભાગ નહીં બનવાને કારણે અપસેટ છું."
- ભારતીએ બિગ બોસ અંગે આગળ જણાવ્યું કે,"મારા અને હર્ષ માટે બિગ બોસમાં જવું એક પેડ હોલિડે જેવું છે. અમે પ્લાન કર્યું છે કે જ્યાંસુધી કંડીશન ખરાબ નહીં થાય અમે રિએક્ટ નહીં કરીએ."
- બિગ બોસ અંગે ભારતીના પતિ હર્ષે જણાવ્યું હતું કે,"મે કેમેરા પાછળ કામ કર્યું છે. કેમેરા સામે આવવા પર થોડું અનકમ્ફર્ટેબલ અનુભવું છું."
- હર્ષે આગળ જણાવ્યું હતું કે,"બિગ બોસના ઘરમાં અમને અમારા સંબંધો અંગે ચિંતા નહીં રહે. ઘણીવાર મે ભારતી માટે સ્ક્રિપ્ટ લખી છે કે તે કયા સેલેબ્સ સાથે ફ્લર્ટ કરે. અમે એકબીજા પર વધુ વિશ્વાસ રાખીએ છીએ."

 

પૈસા માટે જ બિગ બોસમાં જવાનો કર્યો નિર્ણય


- ઉલ્લેખનીય છે કે, ભારતીએ પહેલા જ જણાવી દીધું હતું કે તે માત્ર પૈસાને કારણે જ આ રિયાલિટી શોનો ભાગ બની રહી છે. 
- સૂત્રોના જણાવ્યાં અનુસાર, ભારતી સિંહ અને તેના પતિને બિગ બોસના ઘરમાં રહેવા પર દર અઠવાડિયે 50 લાખ જેટલી રકમ મળશે. જેમાંથી 30 લાખ રૂપિયા ભારતી સિંહને અને બાકીની રકમ તેના પતિને મળશે.

 

શાહરૂખ ખાને કર્યો ખુલાસો, આ બાબતમાં બિલકુલ સલમાન જેવો જ છે નાનો દીકરો અબરામ        
Share

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Bharti Singh And Her Husband Harsh Will Plan Baby During The Reality Show
(News in Gujarati from Divya Bhaskar)