'બિગ બોસ 12' માટે પ્રતિ એપિસોડ માટે સલમાન લેશે 14 કરોડ રૂપિયા, 21 સ્પર્ધકોની બરોબર છે 'ભાઈજાન'ની ફી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન માત્ર બોલિવૂડમાં જ નહીં ટેલિવૂડમાં પણ હાઈએસ્ટ પેઈડ એક્ટર છે

Divyabhaskar.com Sep 09, 2018, 12:37 PM IST

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન માત્ર બોલિવૂડમાં જ નહીં ટેલિવૂડમાં પણ હાઈએસ્ટ પેઈડ એક્ટર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'બિગ બોસ'ની 11મી સિઝન માટે સલમાન ખાનને 11 કરોડ રૂપિયા પ્રતિ એપિસોડ મળતા હતાં. હવે, આ સિઝનમાં સલમાનને જોઈતી હતી તેટલી રકમ તો ના જ પાડી પરંતુ તે પ્રતિ એપિસોડ 14 કરોડ રૂપિયા લેશે. આ શો 13 અઠવાડિયા કરતાં પણ વધુ ચાલશે અને સલમાન દર શનિ-રવિ આવતો હોય છે. એટલે કે સલમાન ખાનને 'બિગ બોસ'માંથી લગભગ 364 કરોડ રૂ.(14 કરોડ*26(શનિ-રવિ) મળશે.


સલમાને માંગ્યા હતાં 19 કરોડ રૂપિયાઃ
સલમાન ખાને 'બિગ બોસ'ની 12મી સિઝન માટે 19 કરોડ રૂપિયા માંગ્યા હતાં. 'બિગ બોસ'ની વધતી ટીઆરપી જોઈને સલમાને આ ફી માંગી હતી. જોકે, ચેનલ વધુ પૈસા આપવાના મૂડમાં નહોતી. અંતે સલમાન 14 કરોડમાં તૈયાર થયો હતો. સલમાન નવમી વાર 'બિગ બોસ'ને હોસ્ટ કરશે. કહેવાય છે કે આ વખતે 'બિગ બોસ' વધુ બજેટ ખર્ચવા તૈયાર નથી. આથી જ માત્ર સલમાન જ નહીં પરંતુ સ્પર્ધકોને પણ ઓછા રૂપિયા આપવામાં આવશે. મેકર્સના મતે, નોટબંધીને કારણે બજેટ ઓછું રાખવામાં આવ્યું છે.


'બિગ બોસ'માં આ વખતે 21 સ્પર્ધકોઃ
'બિગ બોસ'માં આ વખતે 21 સ્પર્ધકો જોવા મળશે. જેમાં 9 કોમનર, 3 સેલિબ્રિટી જોડી, 6 સ્પર્ધકો એકલા આવશે. શોમાં દીપિકા કક્કર આવવાની છે. રિપોર્ટ્સ પ્રમાણે, નોઈડાનો રોબિન ગુર્જન દાદી શ્યામવતી દેવી સાથે 'બિગ બોસ'ના ઘરમાં આવશે. આ સિવાય ઉદિત કપૂર, સોમ મંગનાનીના નામ પણ આવ્યા છે. ઉદિત એક ફિટનેસ મોડલ તથા મિકેનિકલ એન્જિનિયર છે. જ્યારે સોમા એક ન્યૂ કમર એક્ટ્રેસ છે.


હાઈએસ્ટ પેઈડ સ્પર્ધકોઃ
'બિગ બોસ'માં માહિકા શર્મા તથા ડેની ડીની જોડી હાઈએસ્ટ પેઈડ છે. તેમને દર અઠવાડિયે 95 લાખ રૂપિયા આપવામાં આવશે. દેબીના તથા ગુરમીતની જોડીને દર અઠવાડિયે 90 લાખ રૂપિયા આપવામાં આવશે.

 

7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ હાઉસ, ભાઈજાન અને ગર્લફ્રેન્ડ અહીંયા પૂરા કરે છે શોખ, એન્ટ્રેસ પર લખ્યો છે ઈમોશનલ મેસેજ
Share

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: salman khan demand 19 cr per episode for bigg boss 12
(News in Gujarati from Divya Bhaskar)