કિડ્ઝ ટીવી / રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ'નું એનિમેટેડ વર્ઝન 'ગોલમાલ જુનિયર' રિલીઝ થશે

  • એનિમેટેડ વર્ઝનમાં મૂવી જેવા જ ચાર મુખ્ય પાત્ર માધવ, ગોપાલ, લક્ષ્મણ અને લકી હશે
  • આ ટીવી શો મે મહિનામાં 'Sonic' ચેનલ પર રિલીઝ થશે
  • અજય દેવગણ સ્ટારર 'સિંઘમ'નું એનિમેટેડ વર્ઝન 'લિટલ સિંઘમ' બન્યું હતું 
Divyabhaskar.com Apr 05, 2019, 06:49 PM IST

ટેલિવિઝન ડેસ્ક: રોહિત શેટ્ટી નાના પડદે ફરી એન્ટ્રી લઇ રહ્યો છે. એક કિડ્ઝ ચેનલ પર રોહિત શેટ્ટીની ફિટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ'નું હવે એનિમેટેડ વર્ઝન રિલીઝ કરવામાં આવશે. 'ગોલમાલ' ફિલ્મમાં અજય દેવગણ, અર્શદ વરસી, શર્મન જોશી, તુષાર કપૂર અને પરેશ રાવલ હતા. આ એનિમેટેડ વર્ઝનનું નામ 'ગોલમાલ જુનિયર' હશે. આ એનિમેટેડ વર્ઝનમાં પણ મૂવી જેવા જ ચાર મુખ્ય પાત્ર માધવ, ગોપાલ, લક્ષ્મણ અને લકી હશે. આ ટીવી શો મે મહિનામાં 'Sonic' ચેનલ પર રિલીઝ થશે. તેમાં બે દુશ્મન ગેંગ હશે જે એકબીજા સાથે હાસ્યાસ્પદ રીતે ઝઘડતી હશે. આ ટીવી શો સાથે રોહિત શેટ્ટી પર્સનલી જોડાયો છે.

 

આવું પહેલીવાર નથી કે બાળકો માટે રોહિત શેટ્ટીનું ટીવી સાથે અસોસિએશન થયું હોય. અગાઉ રોહિત શેટ્ટીની અજય દેવગણ સ્ટારર ફિલ્મ 'સિંઘમ'નું પણ એનિમેટેડ વર્ઝન બન્યું હતું. તેનું નામ 'લિટલ સિંઘમ' હતું.

Share
Next Story

ચોખવટ / ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના 2700 એપિસોડ્સ પૂરા, નિર્માતાએ કહ્યું અમે દિશા વાકાણીને કોઈ નોટિસ મોકલી જ નથી

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Ajay Devgn – Rohit Shetty’s Golmaal to be ANIMATED for kids’ channel
(News in Gujarati from Divya Bhaskar)