10 વર્ષીય બાળકીનું ખુલ્યું નસીબ, એક સમયે નહોતા ઘરનું ભાડું ચૂકવવાના પૈસા અને ના અભ્યાસ ચાલુ રાખવાની હેસિયત

ઝી ટીવીના રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ'માં 10 વર્ષની દિપાલી બોરકરની વાત સાંભળીને કોઈ પણ ઈમોશનલ થયા વગર રહેશે નહ

Divyabhaskar.com Sep 12, 2018, 03:53 PM IST

મુંબઈઃ ઝી ટીવીના રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ'માં 10 વર્ષની દિપાલી બોરકરની વાત સાંભળીને કોઈ પણ ઈમોશનલ થયા વગર રહેશે નહીં. દિપાલીની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ છે કે તે જે ભાડાના ઘરમાં રહે છે, તેનું ભાડું પણ ભરી શકતી નથી. તેના પિતા તેમને તરછોડીને જતા રહ્યાં છે. માતા જેમ તેમ કરીને દીકરીને મોટી કરી રહી છે પરંતુ કહેવાય છે ને કે નસીબ બદલતા વાર નથી લાગતી.


દિપાલીની વાત સાંભળીને મદદ માટે આગળ આવ્યા સેલેબ્સઃ
દિપાલી હાલમાં 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' પોતાની કળા બતાવી રહી છે. જજીસ તેના પર્ફોમન્સથી ઘણાં જ ખુશ છે. હવે, દિપાલીને આર્થિક મદદ મળી રહી છે. ગયા અઠવાડિયા દિપાલીની માતાએ કહ્યું હતું કે પૈસાની તંગીને કારણે દિપાલીને તે ભણાવી શકે તેમ નથી. માતાની વાત સાંભળ્યા બાદ તથા દિપાલીની પ્રતિભા જોયા બાદ ડિરેક્ટક ઓમાંગ કુમારે દિપાલીને ફિલ્મ ઓફર કરી અને તેને સાઈનિંગ અમાઉન્ટ પણ આપી હતી. એક વર્ષ સુધી દિપાલીનાં ઘરનું ભાડું આપવાનું વચન પણ આપ્યું હતું. સૂત્રોના મતે, ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે પણ દિપાલીની પ્રતિભાથી પ્રભાવિત થઈને કહ્યું હતું કે તેમને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ ચાઈલ્ડ આર્ટિસ્ટની જરૂર પડશે તો તે દિપાલીને કાસ્ટ કરશે.


હીરોઈન બનવાની ઈચ્છાઃ
divyabhaskar.com સાથેની વાતચીતમાં દિપાલીએ કહ્યું હતું કે આટલા મોટા લોકોએ વખાણ કર્યાં તેનાથી તે ખુશ છે. તે બિગ એક્ટ્રેસ બનવા માંગે છે અને તેને લાગે છે કે તેનું સપનું પૂરું થશે. ભવિષ્યમાં શું લખાયેલું છે, તે તેને ખબર નથી પરંતુ હાલમાં જે થઈ રહ્યું છે, તેનાથી તે ઘણી જ ખુશ છે. તે આ શો જીતવા માટે ઘણી જ મહેનત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટલાંક વર્ષો પહેલાં દિપાલીનાં પિતાએ આર્થિક જવાબદારીઓથી મોં ફેરવી લીધું અને પરિવારનો સાથ છોડી દીધો હતો. દિપાલીની મા એકલે હાથે બંને દીકરીઓને મોટી કરી રહી છે. દિપાલી જ ઘરમાં એક માત્ર કમાનાર સભ્ય છે.  2016માં દિપાલી ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર'ની સિઝન 1માં ફાઈનલ સુધી પહોંચી હતી. 2017માં ટીવી સીરિયલ 'પેશ્વા બાજીરાવ'માં કાશીબાઈની નાનપણની ભૂમિકા ભજવી હતી.

 

 

'તારક મહેતા'માં દેખાતી ગોકુલધામના સેટની હકીકત, સોસાયટીમાં નથી એક પણ રૂમ, અંદરના સીન્સ થાય છે બીજે શૂટ

Share

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: 10-year-old Dipali seen in india's best dramebaaz
(News in Gujarati from Divya Bhaskar)