Loading...

Bigg Bossના આ Secrets નથી જાણતા તમે, દરેક સીઝનમાં દર્શકોને બનાવાય છે ‘મૂર્ખ’

ઘણા દર્શકો એવા છે જે લોકો આ શોમાં દેખાડવામાં આવતી તમામ બાબતોને સાચી માની લે છે.

Divya Bhaskar Sep 08, 2018, 07:34 PM

મુંબઈઃ 2006માં ટીવી રિયાલિટી શો બિગ બોસનો પ્રારંભ થયો હતો. ત્યારથી અત્યારસુધી બિગ બોસના 11 સીઝન આવી ચૂક્યા છે. તેની 12મી સીઝન પણ ટૂંક સમયમાં શરુ થવા જઈ રહી છે. જોકે આજેપણ ઘણા લોકો એવા છે જેમને બિગ બોસના ઘરના નિયમો સમજાતા નથી. વળી, ઘણા દર્શકો એવા છે જે લોકો આ શોમાં દેખાડવામાં આવતી તમામ બાબતોને સાચી માની લે છે. પરંતુ એવી નથી, બિગ બોસમાં દેખાડવામાં આવતી તમામ બાબતો સત્ય નથી હોતી. આજે અમે તમારી સમક્ષ આ શો સંબંધિત અમુક સિક્રેટ્સ જણાવી રહ્યાં છીએ.

એકપણ સીઝનમાં નથી મળ્યો વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર વિનર

- તમને જાણીને નવાઈ લાગશે કે શોના 11 સીઝનમાંથી એકપણ સીઝનમાં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી કરનાર સ્પર્ધક શોનો વિજેતા બની શક્યો નથી.
- બિગ બોસમાં પ્રથમ વિદેશી સ્પર્ધક જેડ ગુડી હતી. જેડ શોની બીજી સીઝનમાં જોવા મળી હતી. જોકે કેન્સરને કારણે તેણે શો છોડી દીધો હતો.
- બિગ બોસ જોનારને ખબર હોય છે સેટ મુંબઈના લોનાવાલામાં લાગે છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે સંપૂર્ણ એરિયાને રિમોટ કરવામાં આવે છે. અહીં સેલેબ્સ, ક્રૂ મેમ્બર અને મીડિયા સિવાય કોઈપણ વ્યક્તિ આવી શકતી નથી.
- શોમાં ઘણીવાર જોવા મળે છે કે સ્પર્ધકો વચ્ચે ઘરના કામ વેચી દેવામાં આવે છે. કોઈ બાથરૂમ સાફ કરે છે તો કોઈ વોશરૂમ તો કોઈ કિચન કામ કરે છે તો કોઈ ઘરની સફાઈ. પરંતુ વાસ્વવમાં ઘરમાં સફાઈ કામ માટે કર્મચારીઓ રાખવામાં આવે છે. પરંતુ કેમેરા સામે સ્પર્ધકો પાસે માત્ર થોડી ઘણી સાફ-સફાઈના કરતા સીન લોકોને દેખાડવામાં આવે છે.
- શોના નિયમ અનુસાર કોઈપણ સ્પર્ધક દિવસે સુઈ નથી શકતો. પરંતુ સ્પર્ધકો ઘરમાં એવી જગ્યા શોધે છે જ્યાં કેમેરાની નજર તેમની પર ના પડે અને તે પછી તેઓ જુગાડ કરી ઉંઘ પુરી કરે છે.

ઈન્ટિમેટ સીન કરાય છે કટ, દારૂ મળે છે કોલ્ડ ડ્રિન્કના ડબ્બામાં


- આ વાત તો તમામ લોકો જાણે છે કે અમુક કપલ એવા પણ હોય છે જે રાતે ઈન્ટિમેટ થતા જોવા મળે છે. જોકે ફેમિલી શો હોવાને કારણે કપલ વચ્ચેના આવા સીન્સ કટ કરી દેવામાં આવે છે.
- બિગ બોસના ઘરમાં ઘણીવાર એક હૉન્ટેડ અવતાર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તે શોનો ભાગ હોય છે જેમાં સ્પર્ધક કહે છે કે તેમને કોઈ સ્ત્રીની ભટક્તી આત્મા દેખાઈ હતી.
- અંતે બિગ બોસ ફેમિલી શો હોવાને કારણે આપત્તિજનક વસ્તુઓ ટેલિકાસ્ટ કરવામાં આવતી નથી. જેમાં દારૂ પણ સામેસ છે. શોમાં સ્પર્ધકોને કોલ્ડ ડ્રિન્કના ડબ્બામાં દારૂ આપવામાં આવે છે.

Bigg Boss: કોઈ વારંવાર કરતું Kiss તો કોઈ કપલ કલાકો સુધી બાથરૂમમાં રહેતું બંધ, જ્યારે સ્પર્ધકોએ પારી કરી તમામ હદ, હરકતો જોઈ એક જોડીની સલમાને જાતે લગાવી હતી ક્લાસ

Loading...

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Reality Show Bigg Boss Hide Many Things Viewers Like Alcohol in Cold Drink Can
(News in Gujarati from Divya Bhaskar)