12 વર્ષની વયે જ સુસાઈડ કરવા માગતી હતી આલિયાની મોટી બહેન, પિતા મહેશ ભટ્ટે જણાવ્યું હતું કારણ

મહેશ ભટ્ટે ફિલ્મના ટ્રેલર લોન્ચ પર ડિપ્રેશન જેવા ગંભીર મુદ્દાઓ પર વાત કરી હતી.

Divyabhaskar.com Sep 11, 2018, 05:43 PM IST

મુંબઈઃ ફિલ્મ ‘ધ ડાર્ક સાઈડ ઑફ લાઈફઃ મુંબઈ સિટી’ને રીલિઝ કરવા માટે તૈયાર દિગ્ગજ ફિલ્મ મેકર મહેશ ભટ્ટે જણાવ્યું કે, "આપણા દેશમાં માનસિક બીમારી અંગે જાગરૂકતાનો અભાવ છે. મે પોતાના ઘરમાં દીકરી શાહિન સાથે આ બધુ થતા જોયું છે." મહેશ ભટ્ટે ફિલ્મના ટ્રેલર લોન્ચ પર આ ગંભીર મુદ્દે વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે,"જ્યારે શાહીન 12 વર્ષની હતી ત્યારે તે ક્લિનિકલ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. આ બધામાંથી બહાર આવવા તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો."

 

સુસાઈડ કરવા માગતી હતી દીકરી


- મહેશ ભટ્ટે આગળ જણાવ્યું હતું કે,"એક સમય એવો આવી ગયો હતો જ્યારે શાહીન સુસાઈડ કરવા માગતી હતી. તાજેતરમાં તેણે એક આર્ટિકલ લખી જણાવ્યું હતું કે, કઈ રીતે તે 12-13 વર્ષની વયે સુસાઈડ કરવાનું વિચારતી હતી."
- શાહિને પોતાના આર્ટિકલમાં લખ્યું હતું કે,"મે એકથી વધુ વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મને અસંતોષ અને પીડા ભર્યા ભયજનક જીવન અંગે વિચારવાનો અનુભવ છે. હું પોતાને ડરામણા વિચારોમાં ડુબાડી ચૂકી હતી. મારી પાસે અસહનીય અને અંધકારમય ભવિષ્યથી બચવાનો એક જ ઉપાય હતો."
- શાહિને આગળ લખ્યું હતું કે,"મને ચિંતા હતી કે મારી ઓળખ મારી બીમારી સાથે જોડાયેલી રહેશે. મને હંમેશા નિરાશ યુવતી તરીકે જ ઓળખવામાં આવશે અને તેના સિવાય નહીં.’

 

બહેનની બીમારી અંગે આલિયાએ પણ કરી હતી વાત


- આ અંગે ઈન્ટરવ્યૂમાં આલિયાએ જણાવ્યું હતું કે,"શાહીન છેલ્લા ઘણા સમયથી પોતાના ડિપ્રેશન અંગે ફેમિલી સમક્ષ ખુલી છે અને આ માટે થેરેપી સેશન પણ અટેન્ડ કરી રહી છે."
- આલિયાએ જણાવ્યું કે, શાહીન ઈન્સોમ્નિયા ડિસઓર્ડરનો પણ શિકાર છે અને ઘણી રાતો તેણે ઉંઘ વગર માત્ર વાતો કરતા જ પસાર કરી છે.
- સમાજમાં આત્મહત્યાના વધતા બનાવો અંગે ભટ્ટે જણાવ્યું કે,"આ માનસિક બીમારીનો એક અલગ રૂપ છે અને તેની સારવાર શક્ય છે. જ્યારે તમને ડાયાબિટીસ હોય ત્યારે તમને ઈંસુલિન શૉટ લેવું પડે છે. આ જ રીતે તમે નિરશ જીવન તરફ આગળ વધો ત્યારે ડોક્ટર્સની સલાહ લેવી જરૂરી હોય છે, જેઓ મેડિટેશનથી તમારી સારવાર કરે છે. લગભગ દરેક ઘરમાં આ બીમારીથી પીડિત લોકો હશે."

 

યુનિવર્સિટીમાં જતા જ બધુ બદલાઈ ગયું, એક દિવસ મારા દીકરાએ મને કહ્યું, ‘સુસાઈડ કરવાનું વિચારી રહ્યો છું’: કબીર બેદી

Share
Next Story

શાહિદ કપૂર બીજી વખત બન્યો પિતા, પત્ની મીરાએ પુત્રને આપ્યો જન્મ

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Mahesh Bhatt Daughter Shahin Was Facing Depression & Still Getting Treatment
(News in Gujarati from Divya Bhaskar)