Loading...

કાજોલે કહ્યું, ''શાહરૂખ ખાને જે કર્યું, તેના માટે તો તેની પર કેસ ચાલવો જોઈએ''

બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીમાં શાહરૂખ-કાજોલનો સમાવેશ થાય છે. બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળે છે

Divya Bhaskar Aug 27, 2018, 04:05 PM

મુંબઈઃ બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીમાં શાહરૂખ-કાજોલનો સમાવેશ થાય છે. બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળે છે. કાજોલે હાલમાં જ એક પ્રોગ્રામમાં ખુલાસો કર્યો હતો કે શૂટિંગ સમયે શાહરૂખ ઘણી જ મસ્તી કરે છે. કાજોલે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નો એક કિસ્સો શૅર કર્યો હતો. કાજોલે કહ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાને તેને નીચે પાડી દીધી હતી. કાજોલે એમ પણ કહ્યું હતું કે શાહરૂખે જે મસ્તીઓ કરી છે, તેની સાથે, તેને લઈને તેની પર કેસ ચાલવો જોઈએ.


કોરિયોગ્રાફર ફરાહનો હતો પ્લાનઃ
કાજોલે કહ્યું હતું કે ફિલ્મની કોરિયોગ્રાફર ફરાહ ખાન તથા શાહરૂખે સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. ફરાહે કહ્યું હતું કે કાજોલ જ્યારે સાયકલ ચલાવે ત્યારે શાહરૂખ ખાન પાછળથી આવીને સાયકલ પકડશે અને પછી નીચે પાડી દેશે. આ પ્લાન અંગે કાજોલને કંઈ જ કહ્યું નહોતું. ફરાહનો પ્લાન હતો કે કાજોલ નીચે પડશે એટલે તેના રિયલ એક્સપ્રેશન મળશે. કાજોલે વધુમાં કહ્યું હતું કે શૂટિંગ સિવાય પણ શાહરૂખ ખાને તેને સાયકલ પરથી નીચે પાડી દીધી હતી અને તેને લાગે છે કે એક્ટરની આ બધી મસ્તીઓને કારણે તેની પર કેસ ચાલવો જોઈએ.


'હેલિકોપ્ટર ઈલા'માં મળશે જોવાઃ
44 વર્ષીય કાજોલ 'હેલિકોપ્ટર ઈલા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાજોલ સિંગલ મધર બની છે અને તેની સાથે રિદ્ધિ સેન છે. પાંચ ઓગસ્ટના રોજ આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું. પ્રદિપ સરકારની આ ફિલ્મ સાત સપ્ટેમ્બરે રીલિઝ થઈ રહી છે.


શાહરૂખ-કાજોલે આ ફિલ્મ્સમાં સાથે કર્યું છે કામઃ
90ના દાયકામાં કાજોલ તથા શાહરૂખ ખાને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'બાઝીગર', 'કરન અર્જુન', 'કુછ કુછ હોતા હૈં'માં કામ કર્યું છે. આ સિવાય 'કભી ખુશી કભી ગમ', 'માય નેમ ઈઝ ખાન', 'દિલવાલે'માં પણ સાથે હતાં.

કેરળ પૂરગ્રસ્તો માટે રણદિપ હુડ્ડા બન્યો Real Hero, જે શાહરૂખ-અમિતાભ ના કરી શક્યા તે કરી બતાવ્યું


Loading...

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: kajol talked about shahrukh khan prank during DDLJ shooting
(News in Gujarati from Divya Bhaskar)