જે ટીવીએ બનાવ્યા સ્ટાર, છોડતાં જ કરિયર થઈ બરબાદ, 'પ્રેરણા'થી લઈ રાજીવ ખંડેલવાલ સુધીના સ્ટાર્સની કહાની

એક ટીવી સ્ટારે તો 12-12 ફિલ્સમાં કર્યું કામ છતાંય ના મળી સફળતા.

રાજીવ ખંડેલવાલ(ડાબે), પ્રાચી દેસાઈ, કરણ સિંહ ગ્રોવર.
Divyabhaskar.com Sep 12, 2018, 08:04 PM IST

મુંબઈઃ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ પ્રાચી દેસાઈ 30 વર્ષની થઈ ચૂકી છે. 12 સપ્ટેમ્બર 1988માં સુરતમાં જન્મેલી પ્રાટીની ગણતરી એવા ટીવી સેલેબ્સમાં થાય છે જે ટીવી પર હિટ રહ્યાં પરંતુ સિલ્વર સ્ક્રિન પર ફ્લોપ સાબિત થયા. પ્રાચીએ કરિયરનો પ્રારંભ ટીવી સીરિયલ ‘કસમ સે’થી કર્યો હતો. 2006માં તેણે એકતા કપૂરના આ શોમાં લીડ રોલ કર્યો હતો. 2008માં તેને અભિષેક કપૂરની ફિલ્મ ‘રૉક ઑન’માં લીડ એક્ટ્રેસના રોલની ઓફર મળી હતી. ફિલ્મ માટે તેણે સીરિયલ ‘કસમ સે’ છોડી દીધી હતી. 

 

પ્રાચીએ ફિલ્મમાં કર્યો હતો ફરહાનની પત્નીનો રોલ


- ફિલ્મ ‘રૉક ઑન’માં પ્રાચી દેસાઈએ ફરહાન અખ્તરની પત્નીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ઉપરાંત તેણે ‘લાઈફ પાર્ટનર’ (2009), ‘વન્સ અપૉન અ ટાઈમ ઈન મુંબઈ’ (2010), ‘તેરી મેરી કહાની‘ (2012), ‘બોલ બચ્ચન’ (2012), ‘આઈ મી ઔર મૈં’ (2013), ‘પુલિસગિરી’ (2013), ‘એક વિલન’ (2014), ‘અઝહર’ (2016) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવવામાં સફળતા મેળવી શકી નથી.

 

કરન સિંહ ગ્રોવર


- બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુનો પતિ કરન સિંહ ગ્રોવરે પણ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે પરંતુ તેનો જાદૂ ટીવી પર ચાલ્યો નહીં.
- તેણે ‘ભ્રમ’ (2008), ‘આઈએમ’ (2012), ‘અલોન’ (2015), ‘હેટ સ્ટોરી 3’ (2015) જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું પરંતુ તેને ટીવી જેવી સફળતા મળી નહીં.
- કરને ‘કિતની મસ્ત હૈ જીંદગી’ (2006), ‘પરિવાર’ (2007), ‘દિલ મિલ ગયે’ (2010), ‘કુબૂલ હૈ’ (2013) સહિત ઘણી લોકપ્રિય સીરિયલ્સમાં કામ કર્યું છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો TV પર હિટ રહ્યાં પરંતુ બોલિવૂડમાં ફ્લોપ થનારા સ્ટાર્સ વિશે...)

 

 

સોનમ કપૂર કઈ વસ્તુઓથી થાય છે એક્સાઈટેડ?        
Share

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Bollywood And TV Actress Prachi Desai Celebrated 30th Birthday
(News in Gujarati from Divya Bhaskar)