‘માલવણના ડેપ્યુટી સરપંચને સમાજના હોદ્દા પરથી હટાવો’

News - કોળી પટેલ સમાજના પ્રમુખ- MLAને રજૂઆત

Divyabhaskar.com Sep 11, 2018, 04:16 AM IST
માલવણ આગર ફળીયાના રાકેશ પટેલ અને માલવણ ગ્રામજનોએ સમાજના લોકોની 65 જેટલી સહીઓ સાથે સોમવારે કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સમક્ષ માલવણ આગર ફળીયાના ડેપ્યુટી સરપંચ ગણપતભાઇ પટેલને કોળી પટેલ સમાજના કારોબારી સભ્યપદેથી હટાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ડેપ્યુટી સરપંચ ગણપત પટેલ અને તેમના સાગરીતો દ્વારા ગામમાં ભયનો માહોલ સર્જાય રહ્યો છે.તેમજ તેમના પુત્રનો પ્રેમપ્રકરણ મુદ્દે વાયરલ થયેલ વિડીયો અંગે ગામના જ યુવાનને ધમકાવતા બીજે દિવસે યુવાને આત્મહત્યા કરી લીધી હતી. તેના સામે પોલીસમાં ગુનો હોવાની ઉગ્ર રજૂઆત સાથે મૃતક યુવકના ભાઈ રાકેશ પટેલ અને ગ્રામજનોએ સમાજના સભ્યપદેથી હટાવવા માટે સમાજના પ્રમુખ સમક્ષ માગ કરી છે.

Share
Next Story

વલસાડ કાંઠાના ગામોને દમણગંગા નદીનું પાણી મળશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - ‘માલવણના ડેપ્યુટી સરપંચને સમાજના હોદ્દા પરથી હટાવો’
(News in Gujarati from Divya Bhaskar)