Loading...

વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી

વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી રવિવારે રાત્રે હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા....

Divya Bhaskar Sep 11, 2018, 04:16 AM
વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી રવિવારે રાત્રે હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને મળેલી બાતમી મુજબ પારનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર તરફથી આવતાં પોલીસે તેને ટ્રાફિકજામ કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે,પોલીસને દૂરથી જોતાં કારચાલક કારમાંથી ઉતરી અંધારોનો લાભ લઈ ઝાડીઝાંખરીમાં નાસી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં પાછળની સીટ ઉપર પૂઠાંના બોક્સમાંથી 1096 નંગ દારૂની બોટલ કિં. 73,400નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1 લાખની કાર સહિત કુલ 1,73,400નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી
(News in Gujarati from Divya Bhaskar)