ત્યાગ, તપ, તપસ્યા, ધર્મ આરાધના જ જીવન સફળ કરે છે: પૂ. જિતેન્દ્ર મૂનિજી

News - અતુલમાં પર્યુષણ પર્વે મહામાંગલિક પ્રવચન, શ્રાવકો ભાવ વિભોર

Divyabhaskar.com Sep 12, 2018, 04:11 AM IST
જૈન ધર્મના મહાપર્વ પર્યુષણના પવિત્ર અવસરની ઉજવણી વચ્ચે માનવી દ્વારા સારા કર્મોનું આચરણ ખૂબ મોટું ઘરેણું છે. ભગવાન મહાવીરની તપ,ત્યાગ અને તપસ્યાની આરાધના અને તેનું આચરણ કરવાથી જીવન સફળ થાય છે.અતુલ ખાતે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયમાં પધારેલા શ્રીશાસનપ્રભાવક જીવદયા પ્રેમી ગુરૂદેવ જિતેન્દ્ર મૂનિજીએ શ્રાવકો સમક્ષ પ્રવચન આપતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

અતુલના ઉપાશ્રયમાં શ્રાવકો અને શ્રાવિકાઓ જૈન પર્યુષણના પર્વે પૂ.જિતેન્દ્ર મૂનિજીની નિશ્રામાં મહામાંગલિક કાર્યક્રમમાં જીવનની સફળતાની ચાવી આચરણ અને સદકર્મો પર આધારિત હોવા પર ભાર મૂકાયો હતો.ભગવાન મહાવીરના જીવનનો પથદર્શક મહિમા સમજાવાયો હતો.જેમાં તપ,ત્યાગ અને તપસ્યાથી જીવન સફળ થાય છે તેવુ પૂ.મૂનિજીએ શ્રાવકોને જણાવી ધર્મનો મહાત્મ્ય દર્શાવ્યો હતો.આ પ્રસંગે મુંબઇના કાંદિવલી, મલાડ, વલસાડ અને અબ્રામાના શ્રાવકો તેમજ શ્રાવિકાઓએ મોટી સંખ્યામાં મૂનિજીના પ્રવચનનો લાભ લીધો હતો.

મૂનિજીએ કહ્યું કે, પર્યુષણ પર્વના દિવસોમાં ત્યાગ,તપસ્યા અને આરાધનાની જીદ શ્રાવકોને લાગી છે. ધર્મ આરાધનાનો લાભ શ્રાવકો લઇ રહ્યા છે.

Share
Next Story

આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - ત્યાગ, તપ, તપસ્યા, ધર્મ આરાધના જ જીવન સફળ કરે છે: પૂ. જિતેન્દ્ર મૂનિજી
(News in Gujarati from Divya Bhaskar)