Loading...

કાર ચોરી ભાગી છૂટેલો આરોપી GPSથી ઝડપાયો

ડુંગરી|વલસાડના ડુંગરી હાઈવે પર મંગળવારે મુબંઈથી કાર ચોરી ફરાર યુપીનો યુવક ડુંગરી પોલીસની નાકાબંધીમાં ઝડપાઈ ગયો...

Divya Bhaskar Sep 12, 2018, 04:11 AM
ડુંગરી|વલસાડના ડુંગરી હાઈવે પર મંગળવારે મુબંઈથી કાર ચોરી ફરાર યુપીનો યુવક ડુંગરી પોલીસની નાકાબંધીમાં ઝડપાઈ ગયો હતો. મુબંઈના હિન્દા માતા બ્રીજ નીચે પાર્ક કરેલ ટવેરા કારનું લોક તોડી કારને ડાયરેકટ કરી નફીસ અલીખાન ઉ.વ 21 રહે.યુપીના ચોરે કાર લઈ મુબંઈથી ફરાર થઈ જતા કાર માલીક પ્રિતેશ કદમને જાણ થતાં માલિકે કારમાં લગાવેલ જીપીએસ સિસ્ટમને આધારે પોલીસની મદદથી વલસાડના ડુંગરી હાઈવે પરથી ચોરાયેલ ટવેરા કારને ઝડપી પાડી હતી. મુબંઈ પોલીસે વલસાડ પોલીસને જાણ કરતાં વલસાડના ડુંગરી ને.હા-48 કુંડી ઓવરબ્રીજ પાસે પોલીસે ગોઠવેલ નાકાબંધીમાં ચોરાયેલ કાર સાથે આરોપી ઝડપાઈ ગયો હતો


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - કાર ચોરી ભાગી છૂટેલો આરોપી GPSથી ઝડપાયો
(News in Gujarati from Divya Bhaskar)