લીલાપોર બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવાથી વિસર્જન કરી પરત થવા સામે પહેલીવાર પ્રશ્નાર્થ, વહીવટી તંત્ર દિશાહીન

News - આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો પરંપરાગત રૂટ પરથી પરત થવાના મુદ્દે ભારે અનિચ્છતા...

Divyabhaskar.com Sep 12, 2018, 04:11 AM IST
આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો પરંપરાગત રૂટ પરથી પરત થવાના મુદ્દે ભારે અનિચ્છતા ફેલાઈ છે. ગણેશઉત્સવ અને મહોરમને લઈ મંગળવારે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો. જોકે, વલસાડના ઈતિહાસમાં પ્રથમવાર વિસર્જન બાદ પરત રૂટ અંગે અસમંજસતા સર્જાતા આયોજકો ચિંતામાં અને વહીવટી તંત્ર દ્વીધામાં મૂકાયું છે. વિસર્જન બાદ મોટા વાહનોને પરત ફરવા માટે હાલ તબક્કે તો કોઈ અન્ય રૂટ નહીં જણાતાં મામલો અત્યારથી પેચીદો બન્યો છે.

આગામી 13 થી 23 સપ્ટે. દરમિયાન ગણેશ ઉત્સવ અને 20-21 સપ્ટે. મહોરમનો તહેવાર વલસાડમાં શાંતિ અને ભાઈચારાની ભાવના તથા કોમી એખલાસ સાથે ઉજવાય તે અંગે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મંગળવારે સાંજે મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં શાંતિ સમિતિની એક બેઠક મળી હતી. જેમાં એસપી, ડીવાયએસપી, ...અનુસંધાન પાના નં. 2

થોડા મહિના અગાઉ જ એંગલ મુકી ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો હતો.

શહેરના સાયલન્ટ ઝોન અંગે પણ ચર્ચા ઊઠી

કલેક્ટરે હાલર રોડને સાયલન્ટ ઝોન જાહેર કર્યો છે. જે અંગે આ બેઠકમાં પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. આ રોડ પર અનેક હોસ્પિટલો, શાળા-રહેણાંકો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાના મુદ્દે આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોએ અસંમત થઈ આ પ્રતિબંધને હટાવી લેવા જણાવ્યું હતું. જે અંગે કલેક્ટરનો આદેશ હોવાથી પોલીસ તેમની સાથે ચર્ચા કરી આયોજન કરશે.

આયોજકો માટે પરમીટની અલગ વ્યવસ્થા કરાઈ

ગણેશ આયોજકોને પરમીટ અંગે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે એક જ જગ્યાએથી પરમીટ મળી રહે તેવી અલગ સુવિધા પોલીસ વિભાગે આપવા તૈયારી દર્શાવી છે. જેથી આયોજકોને આ વિભાગમાંથી બીજા વિભાગમાં ધરમધક્કા ખાવા ન પડે. શાંતિ સમિતિની બેઠકમાં એસપી સુનિલ જોશીએ પોલીસ દ્વારા તમામ પ્રકારની મદદ માટે તૈયારી દર્શાવી છે. જે તે વિભાગને જાણ કરી સમસ્યાના નિરાકરણ માટે ઘટતું કરી દેવાની ખાત્રી પણ આપી હતી. પાલિકા પ્રમુખ પંકજ આહિરે પણ વિસર્જન પહેલાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ ત્વરીત કરી દેવાશે તેવી હૈયાધરપત આપી હતી.

શાંતિ સમિતિની બેઠકમાં આ મુદ્દા ઉઠ્યા

Share
Next Story

આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - લીલાપોર બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવાથી વિસર્જન કરી પરત થવા સામે પહેલીવાર પ્રશ્નાર્થ, વહીવટી તંત્ર દિશાહીન
(News in Gujarati from Divya Bhaskar)