સુરતમાં PM મોદીના જન્મદિનની અનોખી ઉજવણી, 17મીએ જન્મેલા 1221 લોકો એક સાથે કાપશે કેક

કાર્યક્રમમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સામાજિક આગેવાનો, ગુજરાતી મૂવીના કલાકારો ઉપસ્થિત રહેશે

1221 લોકોમાંથી પ્રત્યેકને 1 કિલો કેક અપાશે
Divyabhaskar.com Sep 11, 2018, 02:19 PM IST

સુરતઃ પીએમ મોદીના જન્મ દિને 17 સપ્ટેમ્બરે જ જન્મેલા 1221 લોકોને દેશભરથી આમંત્રિત કરી એટલી જ કેક વિતરણ સહિતનો કાર્યક્રમ સરથાણા કન્વેન્શન હોલમાં 17મીએ એ સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે. ઈવેન્ટ ઓર્ગેનાઇઝર અતુલ બેકરીના અતુલ વેકરિયાએ જણાવ્યું હતું કે,  17 સપ્ટેમ્બરે જન્મેલા લોકોને બોલાવી ઉજવણી કરાશે. કાર્યક્રમમાં સીએમ રૂપાણી અને ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત નેતાઓને આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, ગુજરાતી મૂવીના કલાકારો પણ ઉપસ્થિત રહેશે.


    
1221 લોકોમાંથી પ્રત્યેકને 1 કિલો કેક અપાશે
   
અતુલ વેકરિયાએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું છે. બહારથી આવનારને ટ્રાવેલિંગ અને જમવાનો ખર્ચ આપવામાં આવશે. ઈવેન્ટના દિવસે 17મીએ 3 વાગ્યા સુધી પણ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. અત્યાર સુધીમાં 500 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. 1221 નો ટાર્ગેટ છે. આ તમામ લોકોને એક કિલોની એક-એક કેક આપવામાં આવશે તેઓ પોતાના ગ્રુપ-પરિવાર સાથે તે કેકની ત્યાં ઉજવણી કરી શકશે.
  
થીમ બેઝ અલગ-અલગ 20 ગ્રુપ બનાવાશે
   
17 સપ્ટેમ્બરે જન્મેલા દેશભરમાંથી આવનારા લોકોનાં અલગ-અલગ ગ્રુપ હશે.તેમાં, એક ગ્રુપ જેમાં નરેન્દ્ર નામ હશે તેનું હશે. બીજું ગ્રુપ દિવ્યાંગ હોય તેઓનું હશે, ત્રીજુ ગ્રુપ દીકરી હોય તેઓનું હશે, ચોથુ ગ્રુપ વડીલોનું રખાશે. આમ થીમ બેઝ પર અલગ-અલગ 20 ગ્રુપ બનાવવામાં આવશે.
  
એધરલેન્ડમાં 221 લોકોએ એક સાથે જન્મ દિવસ ઉજવ્યો છે
  
નેધરલેન્ડમાં એક સાથે એક સમયે 221 લોકોએ એક સાથે જન્મ દિવસ સેલિબ્રેટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં 1221 લોકો એક સાથે જન્મ દિવસ સેલિબ્રેટ કરી નવો રેકોર્ડ નોંધાવશે.
Share
Next Story

તમારા શોખને વ્યવસાય બનાવશો તો તમને કામ કરવાની મજા આવશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: unique celebration of PM Modi Birthday in Surat. 1221 people cake cut at one time who birth on 17 september
(News in Gujarati from Divya Bhaskar)