સુરતઃ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાળ પર ઉતરતા વિદ્યાર્થીઓ અટવાયા

છેલ્લા બે વર્ષથી સમયસર પગાર ન કરવામાં આવતો હોવાથી હડતાળ પર ઉતર્યા હોવાનું બસ ચાલકો અને કંડક્ટરોએ જણાવ્યું

Divyabhaskar.com Sep 12, 2018, 11:25 AM IST

સુરતઃ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. જેથી બાસમાં જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. છેલ્લા બે વર્ષથી સમયસર પગાર ન કરવામાં આવતો હોવાથી હડતાળ પર ઉતર્યા હોવાનું બસ ચાલકો અને કંડક્ટરોએ જણાવ્યું હતું.


  
વાલીઓને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી
  
પીપલોદ ખાતે આવેલી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાળ પર ઉતરી જતા સંચાલકો અને વાલીઓ દોડતા થઈ ગયા છે. આજે સવારથી જ હડતાળના પગલે વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચવામાં અટવાઈ ગયા હતા. સ્કૂલ બસની હડતાળના પગલે વાલીઓને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી.
  
133 બસના ચાલકો-કંડક્ટર હડતાળ પર ઉતર્યા
  
રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની સુરત જિલ્લામાં 5 જેટલી શાખામાં આવેલી છે. જેમાં કોન્ટ્રાક્ટ પર 113 જેટલી બસ ચાલી રહી છે. જોકે, કોન્ટ્રાક્ટ કરનાર કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી સમયસર પગાર ન ચૂકવવામાં આવતા આજે બસના ચાલકો અને કંડક્ટરો દ્વારા હડતાળ ઉતરી ગયા છે.
Share
Next Story

19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: rayan international school bus driver and conductor on strike in surat
(News in Gujarati from Divya Bhaskar)