Loading...

સુરતના હેકરની નાની ઉંમરે મોટી સફળતા, સાયબર સિક્યોરિટીના ગૂંચવાયેલા કેસોમાં પોલીસ માંગે છે મદદ

અઘરા કેસને ચપટીની વારમાં સુલજાવી અપરાધીઓને જેલ ભેગા કરાવનાર જય ગાંગાણી એથિકલ હેકર તરીકે સેવા આપે છે

Divya Bhaskar Aug 13, 2018, 10:07 AM
જય ગાંગાણીની મદદથી અનેક પરિવારના માળા વિખેરાતાં અટક્યાં છે

સુરતઃ સિધ્ધાંતો પર ચાલનારાને આજના યુગમાં સફળતા મળવી મુશ્કેલ હોવાનું કહેવાય છે. ત્યારે પોતાના સિધ્ધાંતો પર સામા પ્રવાહે ચાલીને નાની ઉંમરે સફળતા મેળવવી અને તેને ટકાવી રાખવી ભલભલા માટે મુશ્કેલ હોય છે. પરંતુ દરેક મુશ્કેલીઓમાં મહામહેનતથી મહારથ મેળવનારા બહુ ઓછા હોય છે. ગૂંચવાયેલા કેસમાં પોલીસને પણ મદદ કરીને ક્રાઈમના કરોળીયાના જાળાને ઉકેલી નાખીને ઓનલાઈન સેક્સ રેકેટ જેવા અઘરા કેસને ચપટીની વારમાં સુલજાવી અપરાધીઓને જેલ ભેગા કરાવનાર જય ગાંગાણી એથિકલ હેકર તરીકે સેવા આપે છે. સિધ્ધાંતોને નેવે મુક્યા વગર જાત તપાસ કરીને જરૂરી લાગે તો જ જાસૂસીના સોફ્ટવેર આપે છે. જેથી અનેક પરિવારના માળા વિખેરાતાં અટક્યાં છે.



તોફાની રહ્યું બાળપણ

આપણે ત્યાં કહેવત છે કે, પુત્રના પારણાં..કદાચ આ કહેવત અશોકભાઈ અને ગીતાબેન ગાંગાણીના પરિવારમાં 13મી ઓગસ્ટ 1992ના રોજ જન્મેલા જય માટે ચરિતાર્થ થઈ હતી. પરિવારના એકના એક સંતાન જયે જણાવ્યું હતું કે, પિતા ત્યારે હીરાના વ્યવસાયમાં હતાં. મોસાળ તળાજામાં તેનો જન્મ થયો હતો. પરિવારમાં સૌથી મોટા હોવાથી ભારે લાડકોડથી તેમનો ઉછેર થયો હતો. અને બાળપણ તોફાન મસ્તીમાં પસાર થયું હતું. જેથી નાની ઉંમરે જ પરિવારને કઠોર નિર્ણય લઈને હોસ્ટેલમાં અભ્યાસ માટે મોકલ્યો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ભણતરની સાથે થયું ઘડતર

Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police wants help of in confusing cases of cyber security Ethical Hacker jay gangani in surat
(News in Gujarati from Divya Bhaskar)