Loading...

વેડિંગ એનિવર્સરી પર પતિએ પત્ની માટે ગાયેલા ગીતના વીડિયોને 34 લાખથી વધુ લોકોએ જોયો

સ્વપ્ન જોઈને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરતાં મળવા જેવા માણસ જગદીશભાઈ ઈટાલીયા

Divya Bhaskar Aug 02, 2018, 04:57 PM
હિમાલયને ચૂર્ણ કરવાના જુસ્સાથી નિષ્ફળતાને સફળતામાં તબદીલ કરતું ઈટાલીયા પરિવાર

સુરતઃ શહેરના જગદીશભાઈ ટ્રાફ્રિક કેમ્પેન I-follow અને યુ ટર્ન જેવી પ્રવૃતિની સાથે સફળ સ્કૂલ સંચાલક તરીકે સ્ટુડન્ટમાં હતાશા દૂર કરી નવો જુસ્સો ભરી રહ્યાં છે. જગદીશભાઈએ પોતાની પત્ની માટે ગીત ગાયુ હતું જેને 34 લાખ લોકોએ યુટ્યુબમાં જોયું છે. ઘરની એક જ છત નીચે એકથી વધુ પ્રતિભાઓ એક સાથે રહેતી હોય ત્યારે ત્યાં રેકોર્ડ બ્રેક કામો જ થતાં હોવાનું ઈટાલીયા પરિવારે સાબિત કરી આપ્યું છે. પોતાના શોખમાં પરિવારને આગળ કરતા પત્ની અને પુત્રે પોતાની હિંમતના જોરે વિક્રમો સર્જયા છે.

નિષ્ફળતામાંથી શીખ

ધોરણ 12ની નિષ્ફળતામાંથી શીખ લઈને કોઈ જ ટ્રેનિંગ વગર ગાયન, ફોટોગ્રાફી, સાયક્લિંગને નવી દિશા આપનાર જગદીશ ઈટાલીયા સોશિયલ મીડિયાના બખૂબી ઉપયોગની સાથે સામાજિક ક્ષેત્રે દેશના સૌથી મોટા ટ્રાફ્રિક કેમ્પેન I-follow અને યુ ટર્ન જેવી પ્રવૃતિની સાથે સફળ સ્કૂલ સંચાલક તરીકે સ્ટુડન્ટમાં હતાશા દૂર કરી નવો જુસ્સો ભરી રહ્યાં છે.

બાળપણથી લીધી આગેવાની

2 ઓગસ્ટ 1974ના રોજ રામજીભાઈ ઈટાલીયાના ઘરે જન્મેલા જગદીશભાઈ પિતાના ચાર સંતાનોમાં ત્રીજો નંબર ધરાવે છે. જગદીશભાઈ ઈટાલીયા બાળપણથી પ્રતિભા સંપન્ન છે. અને સાધના સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે તેઓ વિદ્યાર્થીઓના આગેવાન પણ હતાં. બાદમાં પુનામાં ડિપ્લોમાં કેમિકલ એન્જિનિયરિંગ કરવાની સાથે મુંબઈમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. આજે હજારો લોકોની માનવમેદનીને પોતાની ગીત શબ્દોની ભૂરકીથી મંત્રમુગ્ધ કરતાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે, શાળાના દિવસોમાં સ્ટેજ ફિયર અને કોમ્પલેક્સ પણ હતો. પરંતુ ધીમે ધીમે પ્રયત્નપૂર્વક એ દૂર કરવામાં સફળતા મળી છે.

બાળપણથી ઓટોગ્રાફ આપવાનો હતો શોખ

જગદીશભાઈએ શાળાના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, સ્કૂલમાં ટીચર બધાને પુછતાં કે તારે શું બનવું છે ત્યારે મેં ફિલ્મમાં હીરો બનીને લોકોને ઓટોગ્રાફ આપવાની વાત કરી હતી. ત્યારથી અંદર ઓટોગ્રાફ આપવાની બહુ ઈચ્છા હતી અને આખરે ટીવી શોમાં ભાગ લઈને લોકોને ઓટોગ્રાફ આપ્યા ત્યારે એ સપનું પુરૂ થયું હતું. આજે સ્થિતિ એવી છે કે, પરિવારના દરેક સભ્ય પાસે લોકો ઓટોગ્રાફથી સેલ્ફી લે તે પ્રકારની સિધ્ધી તમામે હાંસલ કરી છે.


દરેક કામમાં આપે છે ક્રિએટીવીટીનો ટચ

અજીતાબેન અને જગદીશભાઈએ તેમની એનિવર્સરી દરમિયાન એકબીજા માટે જાતે ગીત બનાવી એકબીજાને ડેડિકેટ કરતાં હોય છે. ત્યારે જગદીશભાઈએ પોતાના અવાજમાં બનાવેલું આંખના અફિણી ગીતને યુ ટ્યુબ પર 20 લાખ જેટલી વાર જોવાઈ ગયું છે. જેમાં ભારો ભાર ક્રિએટીવીટી જોવા મળે છે. તો ક્રિએટીવીટીનું બીજું એક પાસું તેમના અજીલીયા બુટીકમાં પણ ખીલી ઉઠ્યું છે. બુટીકમાં પ્રવેશતા જ દરવાજે એક ઘંટડી એવી રીતે લગાવવામાં આવી છે કે, દરવાજો ખોલો કે બંધ કરતો રણકાર કરતી ઘંટડી તમારું સ્વાગત કરવાની સાથે વિદાય સૂર રેલાવે છે.

વેડિંગ એનિવર્સરી પર ગાયું ગીત

જગદીશભાઈએ પોતાન 17મી વેડિંગ એનિવર્સિરી પર પત્ની અજીતા ઈટાલીયાને વર્ષ 2015માં તારી આંખનો અફિણી ગીત ગાયું હતું. જેને યુ ટ્યુબ સહિત સોશિયલ મીડિયામાં ભારે પ્રોત્સાહન મળ્યું હતું. આ ગીત હાલ 34 લાખથી વધુ લોકોએ યુટ્બમાં જોયું છે. આ ગીતમાં ગાયન અને અભિનય પણ જગદીશભાઈ અને તેમની ટીમે આપ્યો છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો રિઆલીટી શો માટે નિર્જન ટાપુ પર રહ્યાં

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jagdish Italiya Sung Song for Wife On Wedding Anniversary And Viral On Social Media
(News in Gujarati from Divya Bhaskar)