કાંઠાના ગામોના રસ્તા અને ખેતરોમાં ફરી વળતા કીમ નદીમાં પૂરનું સંકટ ઉભું થયું

કાંઠાના ગામોના રસ્તા અને ખેતરોમાં ફરી વળતા કીમ નદીમાં પૂરનું સંકટ ઉભું થયું

20 વર્ષ ખેડુત, 20 વર્ષ વૈજ્ઞાનિક, 20 વર્ષ ઘંઘો કર્યો, હવે એન્ટરટેઇનર
Divyabhaskar.com Jul 22, 2018, 10:40 AM IST
સુરતઃ‘તમે કોઇની સાથે ચર્ચા કરો તો લોકો તેમને પોતાના અનુભવની વાતો કરશે, સલાહ આપશે અને કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા નહી દેશે. એના કરતા તો સારું કે તમે જાતે જ નિર્ણય લો અને પરિણામ ભોગવવાની તૈયારી રાખો. ચર્ચા કરશો તો નિર્ણય નહીં લેવાય અને નિર્ણય લેશો તો ચર્ચા ન કરવી. બિઝનેસમાં રિસ્ક નહીં લેશો તો તમારી પાસે લોકોને અથવા તો તમારા માટે કહેવાની કોઇ વાર્તા જ નહીં હોય.મારે પણ સાબિત કરવું હતું કે, ખેડૂત પુત્ર પણ 340 કરોડ ટર્ન ઓવર કરી શકે.’ શહેરની રેન્ચો ગ્રુપ દ્વારા ‘રોમાન્સ વીથ રિસ્ક’ વિષય પર સેમિનારનું આયોજન યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કરવામાં આવ્યુ હતું, જેમાં ભારતના 149 નંબરના અમિર વ્યક્તિ એ.વેલુમણીએ આ વાત જણાવી હતી. એમણે યંગસ્ટર્સ સાથે વાત કરીને રિસ્ક લેવાના ફાયદા અને સ્ટ્રોંગ મેન્ટાલિટી વિશે વાત કરી હતી.
  
અનુભવને કારણે ઇન્ટરવ્યૂમાં ફેલ થતો એટલે ફ્રેશર્સને જ નોકરીમાં રાખું છું
  
એ.વેલુમણી જણાવ્યું કે, જ્યારે હું કોલેજમાંથી ડિગ્રી લઇ નીકળ્યો અને કંપનીઓમાં નોકરી માટે ગયો ત્યારે બધા એ મને ખબર હોવા છતા મને વારંવાર પુછ્યુ કે તમને અનુભવ કેટલો છે. એ દિવસથી મેં નક્કી કર્યુ કે, હું ભવિષ્યમાં ફ્રેશર્સને મોકો આપીશ અને એ અનુભવનાં કારણે મેં મારી કંપનીમાં 95 ટકા ફ્રેશર્સને નોકરી પર રાખ્યા હતાં. મારા 23 વર્ષનાં સફરમાં મારી કંપનીમાં 6500 એમ્પ્લોઇઝને નોકરી આપી હતી. જેમાંથી 1200 એમ્પ્લોઇઝ આજે પણ મારી સાથે કામ કરે છે અને આટલા વર્ષોમાં તેઓ જનરલ મેનેજર બની શકે એટલા સક્ષમ બની ગયા છે.
  
ગરીબી લક્ઝરી છે, એ જીંદગીનો અર્થ સમજાવે છે
  
પોતે ગરીબ પરિવારનાં હોવા છતાં એમણે ક્હ્યું કે, ગરીબી એક લક્ઝરી છે કારણકે જ્યાં સુધી તમે ભુખ્યા નહીં ઉંઘો ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે જિંદગી શું છે. જ્યાં સુધી તમે ગરીબીનો અનુભવ નથી કરતા ત્યાં સુધી તમારા ઘડતરમાં કંઇ ઓછું હોય એવુ લાગે છે. હું મારા ગામથી 500 રૂપિયા લઇને નિકળ્યો હતો. આજે  કંપનીનું ટર્નઓવર આજે 340 કરોડ છે. જેમાં 40 ટકાનો નફો હોય છે.
  
પીએફના 2 લાખમાંથી કંપની શરૂ કરી હતી
  
જ્યારે ડોક્ટર એ.વેલુમણી પોતાનાં પ્રોવિડન્ટ ફંડમાંથી આ કંપની શરૂ કરવાનાં હતા ત્યારે ઘણા લોકોએ એમને કહ્યું કે, આ ધંધામાં તમને ખાવાના પણ ફાંફા પડશે. પણ છતાં પણ રીસ્ક લઇ એમણે બધાને બોલ્યા વગર જવાબ આપી દીધો. આ કંપની એમણે એમનાં પ્રોવિડન્ટ ફંડના 2 લાખ રૂપિયામાંથી શરૂ કરી હતી અને આજે એમની કંપની વર્ષે 340 કરોડનું ટર્નઓવર કરે છે અને એમની કંપનીમાં 20 વર્ષ સુધી દર વર્ષે 40 ટકા ગ્રોથ મેળવ્યો છે.
  
20 વર્ષ ખેડુત, 20 વર્ષ વૈજ્ઞાનિક, 20 વર્ષ ઘંઘો કર્યો, હવે એન્ટરટેઇનર
  
એ.વેલુમણી જણાવ્યું કે, હું એક જ વસ્તુ કોઇ દિવસ કરી શકતો નથી. મને વેરાઇટી અને નવા નવા અનુભવો કરવાની આદત છે. જીવનનાં પ્રથમ 20 વર્ષનાં તબક્કામા એમણે ખેડુત તરીકે, પછીના 20 વર્ષના તબક્કામાં સાયન્ટિસ્ટ તરીકે, હાલનાં 20 વર્ષનાં તબક્કામાં આન્ત્રપ્રિન્યોર તરીકે કામ કર્યું છે અને હવેના 20 વર્ષ એન્ટરટેઇનર તરીકે જીવવા છે. જીવનમાં વેરાઇટી હોવી ખુબ જરૂરી છે.
Share
Next Story

હીન્પિરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: I had to prove that the farmer son could also turn over 340 crore say velumani
(News in Gujarati from Divya Bhaskar)