Loading...

મિશન મંગલમની બહેનોએ ઇકોફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી પર્યાવરણને બચાવવાનો પ્રયાસ

વહીવટી તંત્ર દ્વારા ગણપતિ ચતુર્થીને રોજગારી સાથે જોડી પર્યાવરણ બચાવવા પ્રયાસ

મિશન મંગલમની બહેનોએ ઇકોફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી પર્યાવરણને બચાવવાનો કર્યો પ્રયાસ
Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 05:46 PM

સુરતઃ લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના સમાજન સંગઠીત કરવા શુભ ઊદેશ્ય સાથે કરી હતી. જે હવે 21 સદીમા દેશ અને દુનિયાના હિંદુઓ માટે ઉત્સવ બની ગયો છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણપતિ ચતુર્થીને રોજગારી સાથે જોડતા નવસારી જિલ્લાનાં મિશન મંગલમની બહેનોએ ઇકોફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયત્ન આદર્યો છે.

 

બહેનોને મળી રોજગારી
 
દેશના તત્કાલીન વડાપ્રધાન અને ૨૦૧૦માં ગુજરાતરાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રમોદીના નેજાહેઠળ શરૂ થયેલી મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામ્ય અને શેહેરી વિસ્તારની આર્થિક રીતે નબળી બેહનોને રોજગારી મળે તે હેતુસર યોજનામાં બેહેનોને તાલીમ આપવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માછીયાવાસણ અને અન્ય ગામના મહિલા જુથોને સહાય તથા માટીના ગણપતિ બનાવવાની ટ્રેનીંગ મેળવી રોજગારીની તકો ઊભી કરી છે.500 થી લઈને 5 હજારના માટીના ગણપતિની મુર્તિઓ બનાવી શહેરમા વેચે છે. જેની બજારમા ખુબ માંગ છે. રાજકોટથી માટી લાવીને ગણપતિ બનાવવામા આવે છે. ઈકો ફ્રેન્ડલી ગણપતિ વિસર્જનમા પણ સરળ હોય છે. થોડા કલાકોમા ઓગળી જાય છે. મહિલા જુથોને વહીવટી તંત્ર દ્વારા મિશન મંગલમમાં શરૂઆત કરાવી હતી. હવે મહિલાઓ પોતાના જુથના નામે લોન લઈ રોજગારી મેળવી રહી છે. એક મહિનામા મહિલા જુથ ઓછામા ઓછા એક લાખથી વધુ કમાઈ લે છે.

 

બેંકો મહિલાઓને આપે છે લોન 

 

માછીયાવાસણ ગામના મહિલા જુથના અગ્રણી હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, અમારા ગૃપને ગણપતિ બનાવવા માટે ટ્રેનીંગ આપવામા આવી હતી. જેમા અમારા ગૃપને પહેલા સરકાર દ્વારા  સહાય આપવામા આવી હતી. હવે અમે પોતાની રીતે મુર્તિઓ બનાવી વેચીએ છીએ અને બેંકો પણ લોન આપવા માટે આગળ આવે છે આ રોજગારી બીજી બહેનો પણ કરી શકે છે.

 

સ્ટોલ દ્વારા વેચાણ

 

ગણેશ ઉત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓથી જળાશયો દુષિત થતા રાજ્યસરકાર ઇકોફ્રેન્ડલી ગણપતિનું બજારમાં વેચાણ થાય તેવો આગ્રહ રાખી રહી છે.તેવા આશયને પૂરો કરવા નવસારી જિલ્લા મિશન મંગલમ દ્વારા ચાલુ વર્ષે પણ સખીમંડળોની ૪૦થી વધુ બેહનોને તાલીમબદ્ધ કરી એક અનેરો પ્રયત્ન હાથ ધર્યો છે. નવસારી મિશન મંગલમ જૂથની બેહાનોએ પર્યાવરણને આધિન પ્રથમ પૂજનિય ગણેશજીને માટીની ઇકો ફેન્લડી નવનિર્મિત પ્રતિમા બનાવી શહેરમાં સ્ટોલ ઉભા કરી વેચાણ કરશે.

 

સિઝનેબલ ધંધાથી જીવનમાં પરિવર્તન

 

મુર્તિ બનાવનાર પુનમબેન પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા 3 વર્ષથી માટીના ગણપતિ બનાવીને વેચીએ છીએ મિશન મંગલમ જુથ માછીવાસણની બહેનોને ટ્રેનીંગ આપી હતી ત્યારથી અમે આ કામ કરીએ છીએ અને રોજગારી મેળવીએ છીએ અમે અન્ય ત્યોહારોમા પણ રોજગારી મેળવીએ છીએ. સમગ્રદેશમાં પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓને તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે ત્યારે સરકારે આર્થિકરીતે પછાત દેશની મહિલાઓને સિઝનેબલ ધંધાની ટ્રેનીંગ આપી આમૂલ પરિવર્તનની જરૂર દેખાઈ રહી છે. આમ નવસારી જીલ્લામાં ૯૭ હજાર જેટલી બેહાનોના ૮૫૦૦ જૂથ બનાવી ગરીબ મહિલાઓ પગભર થવા પામતા અભિગમ સાચા અર્થમાં સાર્થક પામતો દાખલો નવસારી મિશન મંગલમ સ્વ સહાય જૂથોની બેહાનોએ પગભર કર્યો છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ganeshotsav Special: Navasari District Women Make Soil Ganeshji Replica And Give Save Environment Massage
(News in Gujarati from Divya Bhaskar)