Loading...

આલિયા, કરિના કપુરની ન્યૂટ્રિશન એક્સપર્ટ ઋજૂતા દિવાકરે સુરતીઓને ન્યુટ્રિશન-ફિટનેસ ટીપ્સ આપી

10.30 પછી સુવાની આદત હોય તો વજન જરૂર વધશે, B12 વધારવુ હોય તો લોચો-ખમણ મનભરીને ખાઓ

Divya Bhaskar Sep 12, 2018, 08:40 AM
પતિને પ્રેમ કરો છો? તો એને ઘરના કામ જાતે જ કરવા દો

સુરતઃ અ‌વધ ઉટોપીયા ક્લબ દ્વારા ‘અબાઉટ ન્યુટ્રિશિયન એન્ડ ફિટનેસ’ વિષય પર ટોકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આલિયા ભટ્ટ, કરિના કપુર, વરુણ ધવનની ન્યૂટ્રિશન એક્સપર્ટ ઋજૂતા દિવાકરે સુરતીઓને ટીપ્સ આપી હતી. એમણે કહ્યું હતું કે, પતિના પેટ વધવા પાછળ પત્નીઓ જ કારણભૂત હોય છે. કેમ કે એને ઘરના કામ જાતે કરવાની ટેવ પાડવામાં જ આવતી નથી. જો તમે તમારા પતિને પ્રેમ કરો છો તો એને ઘરના જાતે જ કરવા દો. જો તેઓ જાતે જ કામ કરશે તો વધારે જીવશે. રિફાઈન્ડ સિંગ તેલ ખાવું જોઈએ. ધી ખાવ અને કાજૂ પણ ખાવા જોઈએ. આ તમામ વસ્તુઓ ખાવાથી તમારા શરીરમાં બી ટ્વેલ અને વિટામીન ડી ઉણપ દૂર થશે. ઘરમાં બનાવેલા ખાખરા અને ઘરમાં બનાવેલા પાપડ પણ ખાવા જોઈએ. ઘરના બનાવેલાં અથાણા ખાવ. ઘરનો બનાવેલો છૂંદો ખાવ. આ બધી વસ્તુમાં એવા તત્વો આવે છે જે તમને હેલ્ધી રાખે છે.10.30 પછી સુવાની આદત હોય તો વજન જરૂર વધશે

ઋજૂતા દિવાકરે જણાવ્યું હતું કે, ચોકલેટ, કેટબરી, ફાસ્ટફુડ, જંકફુડ, સુરતના લોચો, ખમણ, ઈદડા ખાવ એમાં તેલ નાંખીને ખાવા જોઈએ. ખાંડ ખાવ પણ શેરડીમાંથી બનેલી ખાંડ હોવી જોઈએ. યોગ એ ઉત્તમ છે, વોકિંગ સારું છે આપણને ખબર છે પણ આપણે એક પણ વસ્તુ કરતા નથી. આપણને ખબર હોય પણ આપણે કરીએ નહીં એનો કોઈ ફાયદો નથી. રનિંગ અને વોકિંગથી સાઈક્લિંગથી સ્ટ્રેન્થ વધે છે. યોગા કરવાથી ફ્લેક્સિબિલિટી વધે છે. તમામ વસ્તુઓ કરો. કસરત કરવી જોઈએ. ડાયાબિટીસ, હાર્ડ ડિસિઝ સહિત અનેક રોગોથી દૂર રહેવાં માટે વીકમાં ઓછામાં ઓછી 150 મિનીટ કસરત કરવી જોઈએ. એક્સરસાઈઝ કરવાની સાથે એક્ટિવિટી કરો. 30 મિનીટથી વધારે સમય કોઈ જગ્યાએ બેસો નહીં. ઉભા રહો. દરેક લોકોએ એક્ટિવ રહેવું જોઈએ. રાત્રે 10.30 વાગ્યા સુધીમાં સુઈ જવું જોઈએ. જો તમે 10.30 વાગ્ય પછી સુવો છો તો તમારું વજન વધશે. બેડરૂમમાં ટીવી ન હોવું જોઈએ. બાળકોના બેડરૂમમાં પણ ટીવી ન હોવું જોઈએ. ઘર ગમે તેટલું મોટું હોય અને તમે પણ ગમે એટલાં અમીર હોવ બેડરૂમમાં ટીવી ન હોવું જોઈએ. જાપાનમાં ડેવલપમેન્ટ કન્ટ્રી છે. જાપાનીઝ ઘરના ત્રીબીએચ કે, ફોર બીએચકેના ઘર હોય તો પણ બાથરૂમ પણ એક જ હોય છે. આપણે ત્યાં જેટલાં બેડરૂમ એટલાં બાથરૂમ અને તેટલાં જ ટીવી હોય છે, જ્યારે ઘરમાં એક જ બાથરૂમ હોય ત્યારે 2થી 5 મિનીટમાં બહાર નીકળી હવે દરેક બેડરૂમમાં બાથરૂમ હોવાથી 10-15 મિનિટ થાય છે.

Q | માખણ ખાવું જોઈએ?
A | માખણ જરૂરથી ખાવું જોઈએ. અનેક ગુજરાતી ઘરોમાં એવો દૃશ્યો જોવા મળે છે જેમાં માતા માખણ બનાવે છે અને એમાંથી જ બાળકને મોઢામાં આપે છે. માખણ ખાવાથી કમર પાતળી રહે છે. માખણ ખાવાનું બંધ કરશો એટલે વજન વધી જશે.

Q | બિસ્કિટ અને પડિયા બિસ્કિટ લઇ શકાય. અથાણું ખાવું જોઇએ.?
A | જો તમે હેલ્ધી હોય તો ખાવા જોઈએ. એમાં કંઈ વાંધો નથી. અથાણું શા માટે આપણે નથી ખાતા કારણ કે, એમાં મીઠું અને તેલ વધારે હોય છે. મીઠું અને તેલ શરીર માટે જરૂરી છે. તમને બ્લડ પ્રેશર હોય તો પણ તમે અથાણું ખાઈ શકો છો. ઘરમાં બનાવેલું અથાણું ખાઈ શકાય છે. ઘરમાં બનાવેલું ફરસાણ પણ ખાઈ શકાય છે.

Q | વિગેનિઝમ યોગ્ય છે કે નહીં.?
A | આપણા કલ્ચરમાં દૂધ અને દહીં પંચામૃતમાં આવે છે. ક્રિષ્ણ ભગવાનનું બીજું નામ માખણચોર છે. ઘી માખણ, દૂધ સારી જગ્યાએ લઈ શકાય છે. ખાઈ શકાય છે.

Q | ડિનર અને સુવા ખાવા વચ્ચે કેટલો સમય હોવો જોઈએ.?
A | અંદાજે બે કલાકથી વધારે..! ડિનર જલ્દી કરવું જોઈએ. અને મોડું સુવુ ન જોઈએ.

Q | આલ્કોહોલની ના પાડો છો, પણ બિયર પીવું જોઈએ કે, નહીં. ?
A | બીયર હોય કે રમ હોય દરેકમાં નશો હોય જ છે. તમામ આલ્કોહોલિક પ્રોડક્ટ હેલ્થ માટે ખરાબ જ છે.

Q | બી ટ્વેલ ઘટતું હોય તો શું લઈ શકાય.?
A | ખાંડવી, ઢોકળા, હાંડવો, દહીં, છાશ, કઠોળ લઈ શકાય છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: bollywood celebrities Nutrition Expert Rujuta Diwekar give tips to surat peoples
(News in Gujarati from Divya Bhaskar)