સુરતમાં એલિયન યાન ઉતર્યુ હોય તેવો ભૂવો પડ્યો, સોશિયલ મીડિયામાં CCTV થયા વાયરલ

નાનપુરામાં અર્ધી સદી પહેલા બનેલી ચણતર પ્રકારની બોક્સ વરસાદી ડ્રેનેજ લાઈન બેસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો

કોર્પોરેટરના ઘર નજીક જ પડ્યો ભૂવો
Divyabhaskar.com Sep 12, 2018, 12:55 PM IST

સુરતઃ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર અર્ધી સદી પહેલા બનેલી ચણતર પ્રકારની બોક્સ વરસાદી ડ્રેનેજ લાઈન બેસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 8 થી 10 ફૂટના ઘેરાવમાં અને સાત ફૂટ ઉંડી લાઈન બેસી જઈ લોકોમાં પ્રથમ ભુકંપ થયો હોવાની વાત પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ ગઈ હતી. જ્યારે ભૂવો પડવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અને તેની સાથે લખાયું છે કે, સુરતમાં એલિયન યાન ઉતર્યું હોય તેવો ભૂવો પડ્યો.


 
કોર્પોરેટરના ઘર નજીક જ પડ્યો ભૂવો
 
પ્રાપ્ત વિગતો મુજબ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર ગત રોજ(મંગળવાર) રાત્રે રોડ વચ્ચે મસમોટો ભૂવો પડતાં ત્યાં નજીકમાં જ રહેતાં કોર્પોરેટર પ્રવિણ કહાર સહિતના સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. અને તકેદારીરૂપ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. આ 50 વર્ષ પહેલાની બોક્સ વરસાદી લાઈન ખાડી પર બનાવવામાં આવી હતી. જુની થતાં તે તુટી પડી હોવાનું પ્રાથમિક કારણ ઝોનના અધીકારીઓ જણાવી રહ્યાં છે. આ બોક્સ ડ્રેનેજ લાઈન માછીવાડ થી લઈ એકતા સર્કલ થઈને છેક મક્કાઈપુલ તાપી નદીને મળે છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એસ. એસ. સુથારે જણાવ્યું કે, મોડી રાત્રે જ રિપેરિંગ કામ હાથ ધરી દેવામાં આવશે. આ ડ્રેનેજ લાઈન 800 મીટર જેટલી છે અને મક્કાઈ પુલ પાસે તાપી નદીમાં ખુલે છે.
  
ભૂવો પડતા સોશિયલ મીડિયામાં ભુકંપની વાત થઈ વહેતી
  
હત રોજ રાત્રે કોર્પોરેટરના ઘર નજીક જ ભૂવો પડતા અવનવી વાતો વહેતી થઈ હતી. ભૂવો પડતાની સાથે જ સોશિયલ મીડિયામાં ભુકંપ આવતા ભૂવો પડ્યો હોવાની વાત વહેતી થઈ હતી. દરમિયાન સોશિયલ મીડિયમાં ભૂવો પડતા સીસીટીવી પણ વાયરલ થયા હતા. અને એલિયન યાન ઉતર્યું હોવાથી ભૂવો પડ્યો હોવાનું લખ્યું હતું. જ્યારે સીસીટીવીમાં નજરે પડે છે કે, રાત્રીના સમયે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ધીમેધીમે નજીક નીચે બેસવા લાગે છે. જેથી વાહન ચાલકો ઉભા રહી જાય છે. દરમિયાન થોડી ક્ષણમાં જ મોટો ભૂવો પડી જાય છે.
Share
Next Story

19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 feet wide and seven feet deep pit in surat, CCTV Viral on social media
(News in Gujarati from Divya Bhaskar)