સોલાર પેનલ લગાવી લો, સબસિડી બંધ થઇ શકે છે

News - આ સેમિનારમાં સંજીબકુમારે કહ્યુ હતું કે ‘જે રીતે પાવરની જરૂરિયાત વધી રહી છે તેને પહોંચી વળવા માટે સોલાર એનર્જી...

Divyabhaskar.com Sep 12, 2018, 03:55 AM IST
આ સેમિનારમાં સંજીબકુમારે કહ્યુ હતું કે ‘જે રીતે પાવરની જરૂરિયાત વધી રહી છે તેને પહોંચી વળવા માટે સોલાર એનર્જી અત્યંત આવશ્યક છે. ભારતમાં સોલાર એનર્જી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. કારણ કે, સોલાર એનર્જીનો એકમાત્ર રસ્તો સુર્ય છે. સોલાર એનર્જી હવે પહેલાં જેવું ખર્ચાળ રહ્યું નથી. નાના પ્લાન્ટની કેપિટલ ઓછી છે. સોલાર પેનલ 25 વર્ષ સુધી પર્ફોમન્સ આપે છે. બે ત્રણ વર્ષમાં તેના પૈસા વસૂલ થઈ જાય છે. ત્યાર બાદ વિના મૂલ્યે સોલાર એનર્જીનું ઉત્પાદન થાય છે. સોલાર પેનલમાં મેઈન્ટેનન્સનો ખર્ચ પણ નથી. માત્ર ધૂળની સફાઈ નિયમિત કરવાની રહે છે. સોલાર પેનલ લગાવ્યા બાદ નેટ મીટર મુખ્ય ભૂમિકા ભજવે છે. આ મીટર દ્વારા વધારાની એનર્જી પરત જતી હોવાથી વીજબીલ ઘટી જાય છે અને ગ્રાહકના રૂપિયા બચે છે. રહેઠાણના સ્થળે તેમજ કોમેસ્ટીક સેક્ટરમાં નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશન ખાતે સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે. બે વર્ષ પહેલાં ફેક્ટરી ખાતે સોલાર પેનલ ગોઠવવા માટે સરકાર સબસિટી આપતી હતી પણ હવે તે બંધ થઈ ગઈ છે. કદાચ ભવિષ્યમાં એવું બની શકે કે અત્યારે સરકાર દ્વારા રહેઠાણના સ્થળે સોલાર પેનલ લગાવવા માટે આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવામાં આવે એવી શક્યતાઓને નકારી શકાય નહીં.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘સોલાર પેનલ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સુરત | ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉર્જાની જરૂરિયાત માટે સોલાર એનર્જીમાં રહેલી તકો વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વક્તાઓએ ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સોલાર એનર્જીના મહત્વ અને સોલાર પેનલ માટે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સબસિડી વિશે માર્ગદર્શન આપ્યુ હતું.

3 વર્ષમાં જ પૈસા નીકળી જાય, 23 વર્ષ સુધી ફ્રીમાં એનર્જી મળે

ડોમેસ્ટિક પેનલ માટે સરકાર 30 ટકા સબસિડી આપે છે

આ સેમિનારમાં વીરેન પટેલે જણાવ્યુ હતું કે ‘ડોમેસ્ટિકમાં નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશન અને રહેઠાણ માટે સરકાર દ્વારા 30 ટકા સબસિડી આપવામાં આવે છે. જ્યારે કોલ્ડ સ્ટોરેજ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને 50 ટકા સબસિડી મળે છે. સબસિડીની સૌથી સારી સ્કિમ ખેડૂતો માટે સરકારે ઉપલબ્ધ કરી છે. ખેડૂતે માત્ર 5 ટકાનું રોકાણ કરવાનું હોય છે. જ્યારે સરકાર દ્વારા 95 ટકાની સબસિટી આપવામાં આવે છે. જો કે, ગુજરાત રાજ્ય પાવર સરપ્લસ માન્ય હોવાથી ગુજરાતના ખેડૂતોને પાવરનો ખરીદદાર શોધવાનો રહે છે. સોલાર એનર્જી પર્યાવરણ માટે સૌથી સુરક્ષિત ઉર્જા ઉત્પાદનનું સ્ત્રોત છે. કોલસાને કારણે હવાનું પ્રદૂષણ થાય છે અને ગેસ બેઈઝડ કંપનીને કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. જેને કારણે ઓસ્ટ્રેલિયામાં લોકોને ચામડીના રોગ થાય છે. ભવિષ્યમાં ભારતને પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધીના સમયગાળામાં સોલાર પેનલ વધારે એનર્જી જનરેટ કરે છે. જર્મની જેવા દેશોમાં કે, જ્યાં છ મહિના સૂર્યના દર્શન થાય છે. ત્યાં 100 ટકા રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવું પડે છે. ભવિષ્યમાં એવું બની શકે કે, ભારતમાં સોલાર પેનલ દ્વારા દિવસે જનરેટ કરવામાં આવેલી એનર્જી બીજા દિવસે જર્મની જેવા દેશમાં આપી શકાય.’

Share
Next Story

લિવ-ઇન સંબંધોથી જન્મેલી પુત્રી માટે મહિને 5 હજાર ચૂકવવા હુકમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat - સોલાર પેનલ લગાવી લો, સબસિડી બંધ થઇ શકે છે
(News in Gujarati from Divya Bhaskar)