ઠગાઈ / સુરતના યુવકને ફેસબુક પર મહિલા સાથે મિત્રતા કરવી 2.18 લાખમાં પડી

  • મિત્રતા કરી ફોન નંબર મેળવ્યો હતો
  • ગિફ્ટ આપવાની લાલચે રૂપિયા ગયા
Divyabhaskar.com Apr 25, 2019, 06:42 PM IST

સુરતઃવરાછા વિસ્તારમાં રહેતા યુવકને ફેસબુક પર અજાણી મહિલા સાથે દોસ્તી કરવી ભારે પડી છે. મહિલાએ સારી-સારી વાતો કરીને યુવકને ભોળવીને મોંઘી ગિફ્ટ મોકલવાના બહાને યુવક પાસે ગિફ્ટ છોડાવવાના બહાને 2.18 લાખ રૂપિયા લઈ લીધા છે. 

એફબી બાદ વોટસએપમાં ચેટ કરતાં

વરાછામાં લમ્બે હનુમાન રોડ પર મરઘા કેન્દ્ર પાસે કિરણપાર્ક સોસાયટીમાં રહેતો ગોપાલ વાલજી ગાંગાણી(23 વર્ષ) સરદાર માર્કેટ ભાગ્યોદય સોસાયટીમાં આવેલ માહી મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. છ મહીના પહેલા ગોપાલના પિતરાઈ ભાઈ દિલીપ ગાંગાણીનો ફેસબુક પર મહિલા સાથે મિત્રતા થઈ હતી. મહિલા દિલીપ સાથે અંગ્રેજીમાં ચેટ કરતી હતી. દિલીપને અંગ્રેજી આવડતું ન હોવાથી દિલીપે ગોપાલને મહિલા સાથે ચેટ કરવા કહ્યું હતું. મહિલાએ તેનો ફોન નંબર આપતા ગોપાલ તેની સાથે વોટ્સ એપ પર ચેટ કરવા લાગ્યો હતો. 

ગિફ્ટના નામે સરનામું મેળવ્યું

મહિલાએ 22 માર્ચના રોજ ગોપાલને મેસેજ કર્યો કે તેની કંપનીની એનીવર્સરી છે તે માટે તેને જે ગિફ્ટ મળી છે તે હું તમને સરપ્રાઈઝ માટે મોકલું છું. ગિફ્ટમાં આઈફોન, આઈપેડ, ગોલ્ડ ચેઇન, ઘડિયાળ,પરફ્યુમ અને પાઉન્ડના ફોટો વોટ્સ એપ પર મોકલ્યા હતા. મહિલાએ ગોપાલનું સરનામું પૂછ્યું હતું. 23 તારીખે ગોપાલના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ગોપાલને કહ્યું કે તે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ દિલ્હીથી બોલે છે. તમારા માટે યુકેથી પાર્સલ આવ્યું છું. પાર્સલ મેળવવું હોય તો તેના ચાર્જના 21 હજાર રૂપિયા આપવો પડશે. ગોપાલે તે રૂપિયા એક બેંક એકાઉન્ટમાં ભર્યા હતા. પછી ફરીથી ફોન આવ્યો કે તમારા પાર્સલમાં પાઉન્ડ છે. પાઉન્ડ તમારા ખાતામાં ટ્રાંસફર કરવા માટે અલગથી ચાર્જ પેટે 76500 રૂપિયા આપવા પડશે.ગોપાલે તે રૂપિયા પણ આપી દીધા. ત્યાર બાદ અજાણ્યાએ ફોન કરીને કહ્યું કે ઇન્ટરનેશનલ ટ્રાંસફર કોડ જનરેટ કરવા માટે વધુ 1.74 લાખ આપવા પડશે.

ઈન્ક્મ ટેક્સના નામે રૂપિયા માંગ્યા

ગોપાલે તે રૂપિયા પણ આપ્યા. બીજા દિવસે અજાણ્યાએ ગોપાલને જણાવ્યું કે તમારા પાર્લસમાં 40 હજાર પાઉન્ડ છે. તે માટે તેના 10 ટકા રકમ ઇન્કમટેક્સ ભરવો પડશે. ગોપાલે જણાવ્યું કે અત્યારે રૂપિયા નથી રૂપિયા આવશે એટલે ભરી દેવા પરંતુ તેની ગેરેન્ટી શું. સામાવાળાએ ભારતીય રિઝર્વ બેંક લેટર ઓફ ગેરેન્ટીનું પ્રમાણપત્ર, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમનું મીસીસ પુજા શર્મા નામની વ્યકિતનું આઈડી કાર્ડ મોકલ્યું હતું. જે બોગસ હોવાનું જણાયું. તેથી ગોપાલને અજાણ મહિલા પર શંકા જતા ગોપાલે અજાણી મહિલા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Share
Next Story

સંશોધન / સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ટ્રેડિશનલ ઓર્થોપેડિક સાથે સ્પેશિયલ ઓર્થોપેડિક સારવાર ડેવલપ કરી રહ્યાં છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Young Man Cheating With Facebook Friend Name Of Gift Charges
(News in Gujarati from Divya Bhaskar)