નાટક / સુરતમાં કેમિકલ છોડવાના કેસમાં પકડાયેલા એક આરોપીએ કોર્ટમાં છાતિમાં દુઃખાવાની ફરિયાદ કરી

  • કોર્ટે સિવિલ હોસ્પિટલમાં મોકલી તપાસ કરાવી
  • તપાસના અંતે આરોપીના રિપોર્ટ નોર્મલ આવ્યાં
Divyabhaskar.com Apr 25, 2019, 06:53 PM IST

સુરતઃપાંડેસરા વિસ્તારમાં વેસ્ટ કેમિકલ ખાડીમાં છોડવાના કિસ્સામાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.જેમાંથી નીતેશ પટેલે નામના આરોપીએ કોર્ટમાં છાતિમાં દુઃખાવાની ફરિયાદકરી હતી. આરોપી પ્રેશ અને સુગરની બીમારી અગાઉથી ધરાવતો હતો. જેથી કોર્ટે આરોપીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી રિપોર્ટ સબમીટ કરાવવા કહ્યું હતું. આરોપીને સિવિલ લવાતા જ તેની પોલીસ દ્વારા ખુશામત કરાતી હોય તેમ લક્ઝુરિયસ કાફલામાં લોકો તેને મળવા દોડી આવ્યાં હતાં. જેમાં ભૂતપૂર્વ રાજકારણીઓના દીકરા પણ હતાં. સિવિલના ટ્રોમા સેન્ટર સહિત અન્ય વિભાગોમાં તપાસ કરવામાં આવતાં રિપોર્ટ નોર્મલ આવ્યાં હતાં. જેથી તબીબોએ તેને જે દવા ચાલુ છે તે જ રાખવા કહી રિપોર્ટ કોર્ટને મોકલી આપ્યો હતો. જેથી તેને નાટક ઉઘાડું પડ્યું હતું.
 
Next Story

ઠગાઈ / સુરતના યુવકને ફેસબુક પર મહિલા સાથે મિત્રતા કરવી 2.18 લાખમાં પડી

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat West Chemical Fruad Case One Accused Has Chest Pain In Court
(News in Gujarati from Divya Bhaskar)