ફ્રોડ / સુરત ડેપોમાં ડિઝલમાં ઘટ આવતી હોવાની ફરિયાદોથી કૌભાંડ ઝડપાયું

  • એસટી ડેપોના મેનેજરે ડિઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડયું 
  • વોચ રાખીને ટેન્કરના ચાલકને રંગેહાથે પકડી પાડયો
Divyabhaskar.com Apr 25, 2019, 07:11 PM IST

સુરતઃહજીરા સ્થિત આઇઓસી કંપનીમાંથી ડિઝલના ટેન્કરો નિયમિત રીતે સુરત એસટી બસ ડેપોમાં આવે છે. આ ડિઝલ બસોમાં ભરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ટેન્કરોમાં ડિઝલમાં ઘટ આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના આધારે ડેપો મેનેજરે સુરક્ષા અધિકારીઓની સાથે બુધવારે સવારે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન આઇઓસી કંપનીના આઉટર ગેટથી અડઘો કિલોમીટરે કવાસ ગામ પાસે ટેન્કરના ચાલક જયપ્રકાશએ ઘાબા પાસે ટેન્કર ઊભું કરી દીધું હતું. આ સમયે બાઇક પર એક ઈસમે આ‌વી ટેન્કરના ચાલક સાથે મળીને વાલ્વનું સીલ તોડી ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ડિઝલના 3 કેરબા ભરી નજીકમાં ઉભેલી ઈકો કારમાં મુકી ફરાર થયા હતા. 60 લીટર ડિઝલ 3700 રૂપિયાનું ચોરી થયું હતું. ઈરછાપોર પોલીસે ટેન્કરનો ચાલક જયપ્રકાશ, બાઈકનો ચાલક તેમજ ઈકો કારના નંબર આધારે ગુનો નોંધી ટેન્કરના ચાલક જયપ્રકાશની ધરપકડ કરી હતી.

ચોરીનું ડિઝલ ઝીંગા માફીયાઓને વેચાણ કરાતું હોવાની શંકા

ચોરીનું ડિઝલ સસ્તા ભાવે ઝીંગા માફીયાઓને વેચી દેતા હોવાની વાતો સામે આવી રહી છે. ખુદ પોલીસ પણ ડિઝલ ચોરોને સારી રીતે જાણે છે છતાં આવા માફીયાઓને પકડવામાં આંખ આડા કાન કરે છે. ઉપરાંત દરિયા માર્ગે પણ જહાજોમાંથી ડિઝલ ચોરીનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. ખરેખર આ બાબતે પોલીસ કમિશનર તપાસ કરાવે તો ડિઝલ ચોરીનું રેકેટ બહાર આવી શકે છે.

Next Story

ઠગાઈ / ગૌહાટીના પતિ-પત્નીએ સુરતના વ્યાપારી પાસેથી ઉધારમાં સાડીઓ ખરીદ્યા બાદ 17.20 લાખ રૂપિયા ચૂકવ્યા નહીં

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat St Depo Diesel Fraud Kept By Depo Manager With Watch On Tenkor
(News in Gujarati from Divya Bhaskar)