ચોરી / સુરતની સ્કેટ કોલેજમાં નાસ્તો કરવા કેન્ટીનમાં ગયેલા 4 વિદ્યાર્થીઓના લેપટોપ કોઈ ઉઠાવી ગયું

  • ક્લાસરૂમમાંથી જ લેપટોપની ચોરી થઈ
  • 54 હજારના લેપટોપની ચોરી થઈ ગઈ
Divyabhaskar.com Apr 25, 2019, 07:16 PM IST
સુરતઃઅઠવાલાઇન્સની સ્કેટ કોલેજમાં 4 વિદ્યાર્થીઓના 54 હજારના લેપટોપની ચોરી થતા ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે. સીસીટીવી કેમેરામાં એક ચોર કલાસ રૂમમાં લેપટોપ ચોરી કરતા દેખાય છે. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં આ બાબતે વિદ્યાર્થી વિરાજ ઉમેશ પટેલએ જણાવ્યું કે હું સ્કેટ કોલેજમાં ઇલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરૂ છુ, મારી સાથે અન્ય વિદ્યાર્થીઓમાં નિરવ પટેલ, વૃતાંન પટેલ અને એક વિદ્યાર્થિની હાર્દિકા પટેલએ કલાસરૂમમાં લેપટોપ મુકી - બહારથી અડાગરો મારીને 24મી તારીખે બપોરે કેન્ટીનમાં નાસતો કરવા માટે ગયા હતા. તે અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો.
Share
Next Story

આ. પ્રબોધચંદ્રસૂરિનો 28મીએ ગોતાલાવાડી સંઘમાં નગરપ્રવેશ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Scat Collage Student Went For Snack On Canteen And 4 Laptop Theft In Class room
(News in Gujarati from Divya Bhaskar)