Loading...

નકલી / સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ડુપ્લીકેટ પીએસઆઈ ઝડપાયા

  • બાતમીના આધારે પીએસઆઈ પકડાયો
  • શોખના કારણે ડ્રેસ પહેર્યાનું કબુલ્યું
Divyabhaskar.com Apr 25, 2019, 06:40 PM IST
સુરતઃસલાબતપુરા વિસ્તારમાંથી એસઓજીની ટીમે નકલી પીએસઆઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે. પોલીસને મળેલી બાતમીના આધારે પરષોતમભાઈ ધનજીભાઈ લહેરી (પટેલ) રહે બેઠી કોલોની ઉધના દરવાજા મૂળ ગામ જૂના સાવર અમરેલી જિલ્લાના પોલીસમાં નોકરી કરતો નથી  તેમ છતાં પીએસઆઈનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો. ઉધના દરવાજા એપલ હોસ્પિટલની પાછળ ફૂટ ઓવર બ્રીજ પાસેથી યુનિફોર્મ પહેરી પસાર થવાનો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી લઈ આઈકાર્ડ માંગ્યું હતું. બાદમાં પુછપરછમાં જાણવા મળ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવાનો શોખ હોવાથી તેણે યુનિફોર્મ દુકાનમાંથી ખરીદી કરી બહાર નીકળતો હોય જેથી લોકો તેને પીએસઆઈ સમજે. પોલીસે ડુપ્લિકેટ પીએસઆઈ પાસેથી યુનિફોર્મ, મોબાઈલ ફોન તથા પીએસઆઈના ડ્રેસ પહેરેલ ફોટો વાળુ નેશનલ ડીફેન્સ ઓર્ગેનાઈઝેશન ગુજરાત સ્ટેટ આઈ કાર્ડ નેંગ એ તથા અન્ય આઈકાર્ડ સહિત કુલ 8 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 
Share
Next Story

ભાસ્કર વિશેષ / બારડોલીની તરસાડિયા યુનિ.ના ડો. રોઝી બન્યાં મિસિસ ઇન્ડિયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Salabatpura Area One Duplicate Police PSI Kep By SOG Team
(News in Gujarati from Divya Bhaskar)