Loading...

સુરતના નાનપુરામાં વરસાદી બોક્સ ડ્રેનેજ બેસી જતાં મોટો ભૂવો પડ્યો, લોકોમાં ફફડાટ

50 વર્ષ પહેલા ખાડી પર બંધાઈ હોવાથી ભંગાણ થયું હોવાનું તારણ

Divya Bhaskar Sep 12, 2018, 01:26 AM
કોર્પોરેટરના ઘરથી 8 ફૂટ દૂર ભૂવો પડ્યો, લોકોને થયું કે ધરતીકંપ

સુરતઃ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર અર્ધી સદી પહેલા બનેલી ચણતર પ્રકારની બોક્સ વરસાદી ડ્રેનેજ લાઈન બેસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 8 થી 10 ફૂટના ઘેરાવમાં અને સાત ફૂટ ઉંડી લાઈન બેસી જઈ લોકોમાં પ્રથમ ભુકંપ થયો હોવાની વાત પણ વહેતી થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર મંગળવારે રાત્રીના 8.45 વાગ્યાના સુમારે રોડ વચ્ચે મસમોટો ભૂવો પડતાં ત્યાં નજીકમાં જ રહેતાં કોર્પોરેટર પ્રવિણ કહાર સહિતના સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં અને તકેદારીરૂપ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.


આ 50 વર્ષ પહેલાની બોક્સ વરસાદી લાઈન ખાડી પર બનાવવામાં આવી હતી. જુની થતાં તે તુટી પડી હોવાનું પ્રાથમિક કારણ ઝોનના અધીકારીઓ જણાવી રહ્યાં છે. આ બોક્સ ડ્રેનેજ લાઈન માછીવાડ થી લઈ એકતા સર્કલ થઈને છેક મક્કાઈપુલ તાપી નદીને મળે છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એસ. એસ. સુથારે જણાવ્યું કે, મોડી રાત્રે જ રિપેરિંગ કામ હાથ ધરી દેવામાં આવશે. આ ડ્રેનેજ લાઈન 800 મીટર જેટલી છે અને મક્કાઈ પુલ પાસે તાપી નદીમાં ખુલે છે.

નજર સામે બોક્સ ડ્રેનેજ બેસી ગઈ


ઘર પાસે જ ઘટના બની છે અમે મહોલ્લાવાળા સાથે ઉભા હતાં ત્યારે મારી નજર સામે જ આ બોક્સ વરસાદી ડ્રેનેજ લાઈન બેસી ગઈ હતી. -પ્રવિણ કહાર, કોર્પોરેટર, વોર્ડ નંબર 20, નાનપુરા

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: In Nanpura of Surat, a large portion of the rain fell
(News in Gujarati from Divya Bhaskar)