ઠગાઈ / ગૌહાટીના પતિ-પત્નીએ સુરતના વ્યાપારી પાસેથી ઉધારમાં સાડીઓ ખરીદ્યા બાદ 17.20 લાખ રૂપિયા ચૂકવ્યા નહીં

2015માં સાડીઓ ખરીદી હતી
30 દિવસમાં રૂપિયાનો વાયદો કરેલો

Divyabhaskar.com Apr 25, 2019, 07:06 PM IST
સુરતઃગુવાહાટીમાં વ્યાપાર કરતા પતિ-પત્નીએ સુરતના વ્યાપારી પાસેથી ઉધારમાં સાડીઓ ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા નહતા.સૂત્રોના જણાવ્યા અનુસાર પિપલોદમાં નિલમ સોસાયટીમાં રહેતા પ્રદિપ રમેશ અગ્રવાલ સલાબતપુરામાં કપડાનો વ્યાપાર કરે છે. આરોપી સંજય ગૌરીશંકર શર્મા અને સંજયની પત્ની શાન્હુદેવી ગુવાહાટીમાં રહે છે અને ત્યાં કપડાનો વ્યાપાર કરે છે. સપ્ટેમ્બર 2015માં આરોપી સંજય અને શાન્હુદેવીએ પ્રદિપ પાસેથી ઉધારમાં 17.20 લાખ રૂપિયાની સાડીઓ ખરીદી હતી. 30 દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કર્યો હતો. ત્યાર બાદ પતિ-પત્નીએ રૂપિયા ચૂકવ્યા નહતા. પ્રદિપ અગ્રવાલે સંજય અને શાન્હુદેવી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Next Story

નાટક / સુરતમાં કેમિકલ છોડવાના કેસમાં પકડાયેલા એક આરોપીએ કોર્ટમાં છાતિમાં દુઃખાવાની ફરિયાદ કરી

Next
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gauhati Couple Not Pay Rupees more than 17 lac After By Sarees Police Start Investigation
(News in Gujarati from Divya Bhaskar)